રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2024 રમવા પર સમર્થન આપતા Muttiah Muralitharanએ કહ્યું- રોહિત શર્મા ઈચ્છશે તો..

રોહિત શર્માએ હજુ સુધી ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો નથી

Courtesy: Twitter

Share:

Muttiah Muralitharan: શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધર (Muttiah Muralitharan)ને T20 વર્લ્ડ કપ 2024 રમવા માટે રોહિત શર્માને સમર્થન આપ્યું છે. મુથૈયા મુરલીધરને કહ્યું કે રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં ક્યારેય નિષ્ફળ ગયો નથી. તે માત્ર 36 વર્ષનો છે. રોહિત શર્મા તેની ફિટનેસ વિરાટ કોહલી જેવી કરે તો આગામી વર્લ્ડ કપ સરળતાથી રમી શકે છે. 

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આગામી વર્લ્ડ કપમાં 4 વર્ષનો સમય છે, અને ફેન્સની ઈચ્છા છે કે, રોહિત શર્મા આગામી વર્લ્ડ કપ રમે. વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માએ 125ના સ્ટ્રાઈક રેટથી 597 રન કર્યા હતા. મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) રોહિત શર્માના પ્રદર્શનથી ખુશ છે. 


રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સારી શરૂઆત કરી: Muttiah Muralitharan

મુથૈયા મુરલીધરને જણાવ્યું હતું કે, "રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સારી શરૂઆત કરી છે. તે ટુર્નામેન્ટમાં ક્યારેય પણ અસફળ થયો નથી અને તે 36 વર્ષનો યુવા છે. રોહિત શર્મા વિરાટ કોહલીની જેમ ફિટનેસ પર ધ્યાન આપે તો આગામી વર્લ્ડ કપ રમી શકે છે. મુથૈયા મુરલીધર (Muttiah Muralitharan)ને T20ના ફોર્મેટમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી અને વન ડે વર્લ્ડ કપમાં તેમનો સ્ટ્રાઈક રેટ T20 વર્લ્ડ કપ માટે સારો હતો. રોહિત શર્મા 2024માં આગામી T20 વર્લ્ડ કપ રમવા માંગે છે અને તેઓ નિશ્ચિતપણે રમી શકે છે."

મુથૈયા મુરલીધર (Muttiah Muralitharan)ને વધુમાં જણાવ્યું હતું કે, "લોકો આવી વાતો શા માટે કરે છે કે હવે તેમની જગ્યાએ યુવાઓને લાવવાનો સમય છે. જ્યાં સુધી તેઓ ફિટ થઈને રમે છે, ત્યાં સુધી રમવા દો. રોહિત શર્માએ વન ડેમાં 130ના સ્ટ્રાઈક રેટથી બેટીંગ કરી છે, જે T20 માટે ખોટું નથી. રોહિત એક અનુભવી ખેલાડી છે. 35 વર્ષ પછી ફિટનેસ પર વધુ ધ્યાન આપવું પડશે. મને એવું લાગી રહ્યું છે કે તેઓ નિશ્ચિતપણે વર્લ્ડ કપ રમશે."

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માનો અસાધારણ રેકોર્ડ છે. પોતાની વિસ્ફોટક બેટિંગ શૈલી માટે જાણીતો, T20 ફોર્મેટમાં રોહિત શર્માની ક્ષમતા ઘણી ઊંડી છે. રોહિત શર્માએ 148 T20Iમાં 3853 રન બનાવ્યા છે, જેમાં 29 અર્ધસદી અને ચાર સદીનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ 118 રન છે. IPLમાં, રોહિત શર્માએ 243 મેચોમાં 6211 રન બનાવ્યા છે, જેમાં સૌથી વધુ 109 રન છે.   

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતે 8મી વિકેટ ગુમાવતા જ શ્રીલંકાના ભૂતપૂર્વ બોલર મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan)નો 16 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો હતો. શ્રીલંકાના મુથૈયા મુરીધરન વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર હતા. વર્ષ 2007માં તેમણે 22 વિકેટ ઝડપી હતી.