same-sex marriage verdict: સુપ્રીમ કોર્ટ સમલૈંગિક લગ્નના ચુકાદાની રિવ્યુ પિટિશન પર વિચાર કરવા સંમત

17 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાનૂની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો

Courtesy: Image: Twitter

Share:

 

same-sex marriage verdict: સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા (same-sex marriage verdict) આપવાના મામલે આપવામાં આવેલા નિર્ણયની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે આજે 28 નવેમ્બરના રોજ રિવ્યુ પિટિશન પર વિચાર કરવા સંમત થયા હતા.  

 

સુપ્રીમ કોર્ટે 17 ઑક્ટોબરે પોતાના નિર્ણયમાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઈનકાર કરી દીધો હતો. આજે ન્યાયાધીશે અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની રજૂઆતોને ધ્યાનમાં લીધી હતી કે સમલૈંગિક લગ્નને માન્યતા (same-sex marriage verdict) આપવાની વિનંતી કરતા લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે ઓપન કોર્ટમાં સુનાવણી થવી જોઈએ.

 

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે અગાઉ 28 નવેમ્બરે દાખલ કરાયેલી રિવ્યુ પિટિશનની સુનાવણી ખુલ્લી અદાલતમાં કરવામાં આવે.  મુકુલ રોહતગીએ વિનંતી કરી ત્યારે આ કેસ (same-sex marriage verdict)માં અગાઉ હાજર થયેલા અન્ય કેટલાક વકીલો પણ હાજર હતા.

 

મુકુલ રોહતગીએ કહ્યું, “અમે ઓપન કોર્ટમાં સુનાવણીની પણ માંગ કરી છે. તે કામચલાઉ 28 નવેમ્બરના રોજ સૂચિબદ્ધ છે. તેને દૂર ન કરવી જોઈએ.બેંચના તમામ જજ એ વાત પર સહમત છે કે ભેદભાવ થઈ રહ્યો છે, જેનો ઉકેલ લાવવો જોઈએ. તેથી જ અમે ખુલ્લી અદાલતમાં સુનાવણી માટે દબાણ કર્યું છે.”

same-sex marriage verdictના રિવ્યુ પિટિશનની સુનાવણી 28 નવેમ્બરે થશે

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું, ‘મેં હજુ સુધી રિવ્યુ પિટિશન (same-sex marriage verdict)ની સમીક્ષા કરી નથી. બંધારણીય બેંચના તમામ ન્યાયાધીશોનું માનવું છે કે સમલૈંગિક વ્યક્તિઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે અને તેથી તેમને પણ રાહતની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોંધણી મુજબ, રિવ્યુ પિટિશન માટે સુનાવણી 28 નવેમ્બરે હાથ ધરાશે."

 

એક અરજદારે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સુપ્રીમ કોર્ટના 17 ઓક્ટોબરના (same-sex marriage verdict) નિર્ણયની સમીક્ષાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી. 17 ઓક્ટોબરે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બંધારણીય બેંચે સમલૈંગિક લગ્નને કાયદેસરની મંજૂરીની વિનંતી કરતી 21 અરજીઓ પર ચાર અલગ-અલગ ચુકાદા આપ્યા હતા. 

 

તમામ પાંચ ન્યાયાધીશોએ સર્વસંમતિથી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ સંબંધમાં કાયદો બનાવવાનું કામ સંસદનું છે. કોર્ટ કાયદો બનાવી શકતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નક્કી કરવું જોઈએ કે ગે લગ્નને કાયદેસર બનાવવું કે નહીં.