Adani-Hindenburg કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SITની દખલ માટે કર્યો સ્પષ્ટ ઈનકાર

નવા વર્ષની શરુઆતમાં અદાણી પોતાના કર્મચારીઓને મેસેજ આપતા કહ્યું હતું કે, હિંડનબર્ગના આરોપો બાદ નુકસાન ભોગવ્યા પછી અમે જોરદાર વાપસી કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટોનો મોટો નિર્ણય
  • એસઆઈટીની તપાસ કરવાની વાતથી કર્યો કોર્ટે ઈનકાર
  • સેબીની તપાસમાં દખલ કરવાની વાતથી કર્યો ઈનકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસમાં બુધવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સેબીના તપાસ રિપોર્ટમાં દખલ આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે. ત્રણ જજોની બેન્ચે કહ્યું કે, સેબીની તપાસ યોગ્ય છે અને તે આ કેસમાં તપાસ કરવામાં સક્ષમ છે. માર્કેટ રેગ્યુલેટરે અદાણી હિંડનબર્ગ કેસમાં 24માંથી 22 મુદ્દે તપાસ પૂરી કરી લીધી છે. હાલ બે કેસની તપાસ ચાલુ છે. ત્યારે આ બે મુદ્દાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે સેબીને ત્રણ મહિનાની મુદ્દત આપી છે. 

આ પહેલાં આવું કહ્યું હતું 
આ પહેલાં ગઈ 24 નવેમ્બરના રોજ સુનાવણી કરતા કોર્ટે માર્કેટ રેગ્યૂલેટર સેબીની તપાસ અને એક્સપર્ટ કમિટી પર ઉઠાવેલા સવાલોને નકારતા પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મહત્વનું છે કે, અમેરિકાની શોર્ટ સેલર ફર્મે જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપને લઈ રિસર્ચ રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. જેમાં અદાણી કંપનીના શેર ઓવરવેલ્યૂડ અને કિંમતોમાં હેરફેર સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા. 

SITની રચનાને લઈ શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, અમે સેબીને આવવામાં આવેલા સમયમાં પોતાનો સંપૂર્ણ તપાસ રિપોર્ટ સોંપવા માટે આદેશ આપીએ છીએ. અદાણી હિંડનબર્ગ મામલે ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ, જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાની બેંચે બુધવારે નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, કોર્ટને સેબીના અધિકાર ક્ષેત્રમાં દખલ કરવાનો સીમિત અધિકાર છે. સેબી જ આ કેસની તપાસ કરશે. એસઆઈટીને આ કેસની તપાસ ટ્રાન્સફર કરવામાં નહીં આવે.