Swachh Survekshan 2023: ગુજરાતમાંથી માત્ર સુરતને સ્થાન! મળ્યું 7 સ્ટાર રેટિંગ

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ ભારત મિશનનું આયોજન રેટિંગમાં પસંદગી પામેલા શહેરના એવોર્ડ એનાયત કરવામાં આવશે.

Share:

હાઈલાઇટ્સ

  • આ અગાઉ ગત વર્ષે સુરતને ફાઈવ સ્ટાર રેંકિંગ મળ્યું હતું
  • કેટલાક માપદંડોના આધારે ગાર્બેજ ફ્રી સિટીમાં સુરતને સેવન સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે

કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે સ્વચ્છતા સર્વેક્ષણ 2023 ના પરિણામોની જાહેરાત કરી દિધી છે. સ્વચ્છતા ક્ષેત્રમાં મધ્યપ્રદેશે ફરીથી બાજી મારી છે. ઈન્દોર, ભોપાલ, મહૂ કેંટ, અમરકંટક, નૌરોઝાબાદ, અને બુધનીને રાષ્ટ્રીય સ્તર પર સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ સ્વચ્છ રાજ્યના રૂપમાં મધ્યપ્રદેશને પણ સન્માનિત કરવામાં આવશે. સર્વેક્ષણ પરિણામોમાં જાહેરમાં શૌચથી મુક્ત ઓડીએફ અને કચરા મુક્ત શહોરોના રેટિંગના પરિણામો પણ જાહેર કરાયા છે. આમાં પ્રદેશના શહેરોએ એકવાર ફરીથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. 

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ ભારત મિશનનું આયોજન રેટિંગમાં પસંદગી પામેલા શહેરના એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સાથે સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં પસંદગી પામેલા શહેરોના નામોની યાદી પણ જાહેર કરવામાં આવશે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ ભારત મિશનનું આયોજન ક૨વામાં આવ્યું છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2023, વોટર પ્લસ અને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા દેશના કુલ 4320 જેટલા શહેરોએ ભાગ લીધો હતો.

તાજેતરમાં સુરત ગુજરાતમાં સેવન સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ શહેર બન્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં માત્ર સુરતને માન મળ્યું છે. નોંધનીય છેકે, કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દિવાળી દરમિયાન સુરતની વિઝિટ કરી ગઈ હતી. જેના અંગેનું પરિણામ 5 જાન્યુઆરીના જાહેર કરવામાં આવ્યું છે. આ અગાઉ ગત વર્ષે સુરતને ફાઈવ સ્ટાર રેંકિંગ મળ્યું હતું. જેમાં ગાર્બેજ ફ્રી સિટી તરીકે કેટલાક માપદંડોને આવરી લેવાયા હતા. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા દર વર્ષે જાહેરાત કરે છે. જેમાં શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાની જાહેરાત કરે છે. કેટલાક માપદંડોના આધારે ગાર્બેજ ફ્રી સિટીમાં સુરતને સેવન સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. 

Tags :