Tata Tech IPO: સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગની સાથે જ ઈન્વેસ્ટર્સને 140%નો પ્રોફિટ

ટાટા ટેકના રૂપિયા 3042 કરોડના આઈપીઓ માટે રૂ. 1.56 લાખ કરોડથી વધુની બિડ્સ મળી હતી

Courtesy: Image: Twitter

Share:

 

Tata Tech IPO: શેર માર્કેટમાં ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેકનોલોજીનું ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. બીએસઈ પર શેર 1199 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો છે. જ્યારે કે તેની ઈસ્યુ પ્રાઈઝ 500 રૂપિયા હતી. શેર એનએસઈ પર 1200 રૂપિયા પર લિસ્ટ થયો છે. એટલે કે જેને પણ ટાટા ટેક આઈપીઓ (Tata Tech IPO) લાગ્યો છે તેઓને ચાંદી જ ચાંદી થઈ છે. એક્સચેન્જ પર આઈપીઓ લિસ્ટ થતા જ ઈન્વેસ્ટર્સને 140%ના બમ્પર પ્રોફિટનો ફાયદો થયો છે. 

Tata Tech IPOનો એપ્લિકેશન રેકોર્ડ

આ પહેલા આઈપીઓ માટે પણ રેકોર્ડ બ્રેક એપ્લિકેશન મળ્યુ હતું. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) પછી લગભગ 2 દાયકામાં ટાટા ગ્રુપનો આ પહેલો આઈપીઓ છે જેને ઈન્વેસ્ટર્સને હાથહાથ મેળવ્યા છે. ટાટા ટેક આઈપીઓ લિસ્ટિંગના અંતિમ દિવસે 70 ગણો ભરીને બંધ થયો હતો. 

 

માર્કેટ ગુરુના જણાવ્યા અનુસાર, લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ પોર્ટફોલિયોમાં આ શેર રાખવા જેવા છે. છેલ્લા દિવસે 73.6 લાખ અરજીઓ સાથે આઈપીઓને 69.4 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો. આ કોઈપણ આઈપીઓની સૌથી વધુ એપ્લિકેશનનો રેકોર્ડ છે.

 

ગયા અઠવાડિયે ટાટા ટેક સહિત 5 આઈપીઓ લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમાં ગાંધાર ઓઈલ રિફાઈનરી, ઈરેડા, ફેડબેંક ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને ફ્લેયર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓનો સમાવેશ થાય છે. ટાટા ટેક આઈપીઓ (Tata Tech IPO) 22મી નવેમ્બરથી 24મી નવેમ્બર દરમિયાન આવ્યો હતો.

 

ગુરુવારે સ્ટોક એક્સચેન્જમાં ટાટા ટેક્નોલોજીસ અને ગંધાર ઓઈલના શેરનું બમ્પર લિસ્ટિંગ થયું હતું. ટાટા ટેક રૂપિયા 500ની ઈસ્યુ કિંમતથી 140% વધુ રૂપિયા 1200 પર લિસ્ટ થયો હતો, અને ગાંધાર ઓઈલ રૂપિયા 169ની ઈસ્યુ કિંમતથી 76% વધીને રૂપિયા 298 પર લિસ્ટ થયો હતો. ટાટાનો આઈપીઓ 70 વખત અને ગાંધારનો 64 વખત સબસ્ક્રાઈબ થયો હતો.

ટાટા ટેકને રૂપિયા 1.56 લાખ કરોડની બિડ મળી

ટાટા ટેકના રૂપિયા 3042 કરોડના આઈપીઓ માટે રૂ. 1.56 લાખ કરોડથી વધુની બિડ્સ મળી હતી, જે 22 નવેમ્બરે ખુલ્યો હતો. ટાટા ટેક એ ઓટોમોબાઈલ જાયન્ટ ટાટા મોટર્સની પેટા કંપની છે. ટાટા ગ્રુપ લગભગ 19 વર્ષ પછી આઈપીઓ લઈને આવ્યું છે. અગાઉ વર્ષ 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનો આઈપીઓ આવ્યો હતો.

1994માં ટાટા ટેક્નોલોજીસની રચના 

1994માં સ્થપાયેલી ટાટા ટેકનોલોજીસ એ વૈશ્વિક એન્જિનિયરિંગ સેવા કંપની છે. તે મૂળ ઉપકરણોના ઉત્પાદકો અને તેમના ટાયર-1 સપ્લાયરો માટે ટર્નકી સોલ્યુશન્સ સહિત ઉત્પાદન વિકાસ અને ડિજિટલ ઉકેલો પ્રદાન કરે છે. કંપની મુખ્યત્વે ઓટોમોટિવ ઉદ્યોગ પર કેન્દ્રિત છે અને હાલમાં ટોચના 10 ઓટોમોટિવ ઈઆરએન્ડડી ખર્ચ કરનારાઓમાંથી 7 સાથે જોડાયેલી છે. ટાટા ટેક્નોલોજી ટોચના 10 નવા એનર્જી ઈઆરએન્ડડી ખર્ચ કરનારાઓમાંથી 5 સાથે પણ સંકળાયેલી છે.