તેલંગાણામાં કોંગ્રેસને લીડ મળતા ઉજવણી શરૂ, ત્રીજી વખત CM બનવાની તૈયારી કરતા KCR કયા નંબરે?

કોંગ્રેસના રેવંત રેડ્ડી કેસીઆર સામે ચૂંટણી લડી રહ્યા છે. રેવંત રેડ્ડી નંબર વન પર ચાલી રહ્યા છે. આ ખૂબ જ આશ્ચર્યજનક છે કે તેલંગાણામાં મુખ્યમંત્રી પદની હેટ્રિક કરવા માટે તૈયાર થયેલા સીએમ કેસીઆર ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • તેલંગાણામાં કોંગ્રેસ ઈતિહાસ રચવા જઈ રહી છે, ટ્રેન્ડમાં સૌથી આગળ
  • હૈદરાબાદમાં કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી શરૂ કરી, ફટાકડા ફોડ્યા

તેલંગાણામાં થયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 10 વાગ્યા સુધીમાં કોંગ્રેસ 43 બેઠકો પર અને BRS 24 બેઠકો પર આગળ છે. કોંગ્રેસને લીડ મળતા જ કાર્યકર્તાઓએ ઉજવણી પણ શરૂ કરી દીધી છે. ક્યાંક મિઠાઈઓ વહેંચવામાં આવી રહી છે તો ક્યાંક ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે.. જુઓ વિડીયો

જણાવી દઈએ કે, તેલંગાણામાં હાલમાં ચંદ્રશેખર રાવની BRS સરકાર છે. હાલ તમામ પક્ષો પોતપોતાની પાર્ટીની સ્પષ્ટ જીતનો દાવો કરી રહ્યા છે. પરિણામોમાં વિલંબ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં 119 સભ્યોની વિધાનસભા માટે 30 નવેમ્બરે મતદાન થયું હતું. પરંતુ આજે સાંજ સુધીમાં એ સ્પષ્ટ થઈ જશે કે આખરે મતદારોએ આગામી પાંચ વર્ષ માટે કોણે નિયુક્ત કર્યા છે. જો કે, આ સિવાય રાજ્યમાં વિભાજિત જનાદેશની પણ શક્યતા છે.

કોંગ્રેસ 67 સીટો પર આગળ

તેલંગાણામાં 119 વિધાનસભા સીટો છે. કોંગ્રેસ 66 સીટો પર આગળ છે. જ્યારે BRSને 38 બેઠકો મળતી જણાય છે. ભાજપ હાલમાં 7 બેઠકો પર આગળ છે અને જ્યારે ઓવૈસીની પાર્ટી 3 બેઠકો પર આગળ હતી, તે હવે માત્ર બે બેઠકો પર આગળ છે. બીજી તરફ તેલંગાણામાં મતગણતરી વચ્ચે કોંગ્રેસના ઉમેદવારોને કર્ણાટક લઈ જવા માટે બસોની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

હવે KCRનું શું થશે?

કેસીઆર ત્રીજા નંબર પર ચાલી રહ્યા છે. રેવંત રેડ્ડી કેસીઆર સામે ચૂંટણી લડી રહ્યા છે. રેવંત રેડ્ડી નંબર વન પર ચાલી રહ્યા છે. તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે તેલંગાણામાં મુખ્યમંત્રી પદની હેટ્રિક કરવા માટે તૈયાર થયેલા સીએમ કેસીઆર ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે.

તેલંગાણામાં કોંગ્રેસના નિરીક્ષકોના આગમન વિશે પૂછવામાં આવતા, પાર્ટીના નેતા રેણુકા ચૌધરીએ કહ્યું, 'અમને અમારા કોઈપણ ધારાસભ્યો પર કોઈ શંકા નથી; અમે તેમના પર વિશ્વાસ કરીએ છીએ. ચૂંટણી બાદ ધારાસભ્યો સાથે ચર્ચા કરવાની હોય છે, અમારે મુખ્યમંત્રીની પસંદગી કરીને રિપોર્ટ તૈયાર કરવાની હોય છે. તો, તેઓ આવશે...'

તેલંગાણામાં ભાજપ ક્યાં છે?

બીજેપી સાંસદ કે લક્ષ્મણે કહ્યું, 'તેલંગાણાના લોકો પરિવર્તન ઇચ્છતા હતા. બીઆરએસનો ભ્રષ્ટાચાર, વંશવાદની રાજનીતિ અને તુષ્ટિકરણની રાજનીતિ એ ત્રણ મુખ્ય મુદ્દા હતા જેણે લોકોને પ્રભાવિત કર્યા હતા. શરૂઆતની ગણતરીમાં કોંગ્રેસ ઘણી જગ્યાએ આગળ છે. પરંતુ મને વિશ્વાસ છે કે ભાજપ મહત્વની ભૂમિકા ભજવશે.