Telangana Assembly Elections 2023: 119 બેઠકો પર મતદાન, ફિલ્મ સ્ટાર્સે આપ્યો મત

મતદાનના એક દિવસ પહેલા, દારૂ, ગાંજા, સોના અને ચાંદીના દાગીના સહિતની 745 કરોડ રૂપિયાથી વધુની વસ્તુઓ જપ્ત કરાઈ

Courtesy: Image: Twitter

Share:

 

Telangana Assembly Elections 2023: તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર ગુરૂવારે સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે જે સાંજે 5:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણી (Telangana Assembly Elections 2023)માં કુલ મતદારોની સંખ્યા 3.17 કરોડથી વધુ છે. જેમાંથી 8 લાખ લોકો પ્રથમ વખત મતદાન કરશે. નેશનલ અને રાજ્ય સ્તરે 109 પક્ષોના કુલ 2,290 ઉમેદવારો મેદાનમાં છે. આગામી 3 ડિસેમ્બરના રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

Telangana Assembly Elections 2023માં કલાકારોનું મતદાન

સમગ્ર રાજ્યના લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે. આ સ્થિતિમાં ટોલિવુડ સ્ટાર્સ પણ પાછળ નથી. પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરવા માટે ટોલિવુડ સ્ટાર્સ પણ મતદાન મથકો પર પહોંચીને પોતાનો મત આપી રહ્યા છે. આ લિસ્ટમાં ઘણા મોટા ફેમસ સ્ટાર્સ પણ સામેલ છે. આ સ્ટાર્સની તસવીરો અને વીડિયો પણ સામે આવી રહ્યા છે.

 

રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ-BRS, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જંગ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેંલગાણા ઈલેક્શનમાં સાઉથના સુપરસ્ટાપર અલ્લુ અર્જુન વોટ કરવા પહોચ્યા હતા. અભિનેતા અલ્લુ અર્જુન તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં પહોંચ્યા હતા. 

 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અલ્લુ અર્જુન બધાની સાથે ભીડમાં ઉભા છે. આ દરમિયાન તે પાસે ઉભેલા કેટલાક લોકો સાથે વાતચીત પણ કરે છે. અલ્લુ અર્જુન બાદ જુનિયર એનટીઆર પણ પોતાની પત્ની અને માતા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મેગાસ્ટાર ચિરંજીવી, યંગ ટાઈગર એનટીઆર, અલ્લુ અર્જુન, સુમંથ, મ્યુઝિક ડાયરેક્ટર કીરવાની અને અન્ય કલાકારોએ અત્યાર સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ચિરંજીવીએ જ્યુબિલી હિલ્સ ક્લબમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

મતદાન પહેલા સોનું, ચાંદી, ડ્રગ્સ જપ્ત

ચૂંટણી પંચે 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણી (Telangana Assembly Elections 2023) પહેલા આદર્શ આચાર સંહિતા લાગુ કરી દીધી હતી. ત્યારથી તેલંગાણા પોલીસ અને વિવિધ એજન્સીઓ હૈદરાબાદ અને અન્ય શહેરોમાંથી આવતા-જતા વાહનો પર સઘન નજર રાખી રહી હતી.

 

આ દરમિયાન તેલંગાણામાં મતદાનના એક દિવસ પહેલા, દારૂ, ગાંજા, સોના અને ચાંદીના દાગીના સહિતની ઘણી વસ્તુઓ જે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહી હતી તે પુન: પ્રાપ્ત કરવામાં આવી છે. આ તમામની કિંમત 745 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. ચેકિંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહેલા દારૂ, ઘરેણાં, કપડાં, પ્રેશર કૂકર અને રોકડ વગેરે સામગ્રી જપ્ત કરી હતી.