Biharને વિદેશમાં ગણાવી કંપનીએ Delhiની મહિલાને મોકલ્યું લાખ રુપિયાનું રોમિંગ બીલ, રસપ્રદ છે કિસ્સો

1 lakh roaming Bill: ટેલિકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે અનેકવાર છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. ત્યારે દિલ્હીથી બિહાર ફરવા ગયેલી એક મહિલાને કંપનીએ એક લાખ રુપિયાનું રોમિંગ બીલ મોકલ્યુ હતુ.

Share:

હાઈલાઇટ્સ

  • દિલ્હીની મહિલા બિહારમાં ફરવા માટે ગઈ હતી
  • બિહારને વિદેશમાં ગણાવી એક લાખનું બીલ ફટકાર્યું
  • ટેલીકોમ કંપનીએ 1 લાખનું રોમિંગ બીલ મોકલી આપ્યું

નવી દિલ્હીઃ ગ્રાહકો સાથે ટેલીકોમ કંપનીઓ કેવી છેતરપિંડી કરતી હોય છે, એના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો દલ્હીમાંથી સામે આવ્યો છે. દિલ્હીમાં રહેતી નેહા નામની એક મહિલા બિહાર ફરવા માટે ગઈ હતી. એ જ સમયે એક ટેલીકોમ કંપનીએ તેમના મોબાઈલ પર રુપિયા એક લાખનું બીલ મોકલ્યું હતું. મેસેજમાં એવું પણ લખ્યું હતું કે, તાત્કાલિક રીતે તમારી તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મહિલાએ કંપનીને વિનંતી પણ કરી, તેમ છતા કંપની ટસની મસ ન થઈ. 
  
બિહારને વિદેશ ગણાવી દીધું 
દિલ્હીમાં રહેતા નેહા સિન્હા બિહારના વાલ્મિકી નગરમાં ફરવા માટે ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફરવા માટે આવી ત્યારે ટેલિકોમ કંપનીએ તેને લાખ રુપિયાનું બીલ મોકલ્યું. જેમાં ઈન્ટરનેશનલ રોમિંગના નામે તગડો ચાર્જ લગાવવામાં આવ્યો હતો. નેહાએ કહ્યું કે, તે ક્યારેય ભારતની બહાર ગઈ નથી તો ઈન્ટરનેશનલ રોમિંગ બીલનો તો સવાલ જ ઉઠતો નથી. 

ટ્વિટર પર કર્યુ પોસ્ટ 


નેહાએ ટ્વિટર પર પોસ્ટ કર્યુ કે, એક ડરામણું સ્કેમ. હું હાલ વાલ્મિકી નગર બિહારમાં છું. એરટેલ કંપનીએ મને એક લાખ રુપિયાનું રોમિંગ બીલ મોકલ્યું છે. હું ભારતની ધરતી પર જન્મેલી એક ભારતીય મહિલા છું. મારું કોઈ પણ બીલ બાકી નથી. એરટેલે મારી તમામ સેવાઓ રદ્દ કરી દીધી છે. મને આ અંતરિયાળ વિસ્તારમાં નિઃસહાય છોડી દીધી છે. 

કેન્દ્રીય મંત્રીને કરી અપીલ 
નેહાએ દૂરસંચાર વિભાગ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક કરતા અપીલ કરી. આ સિવાય તેણે એરટેલ વિશે પણ ઉલ્લેખ કર્યો છે કે, એક મહિલાની સુરક્ષા જોતા કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર સેવાઓ બંધ કરી દેવી એક ડરામણું કામ છે. તેણે લખ્યું કે, એરટેલે સંપૂર્ણ રીતે મને ફેક બીલ પકડાવી દીધું હતું. રોમિંગ અને ઈન્ટરનેશનલ ચાર્જ લગાવીને મારુ નેટવર્ક બંધ કરી દીધું. હું તો ક્યારેય દેશની બહાર પણ ગઈ નથી અને ના તો મારુ કોઈ બીલ બાકી છે.