સૌથી ખરાબ દોરમાં પૂર્વી લદ્દાખની ક્ષેત્રીય સીમા... જયરામ રમેશે ભારત-ચીન વિવાદ મામલે કહી મોટી વાત!

દેશ પોતાના છ દશકોમાં સૌથી ખરાબ ક્ષેત્રીય સંકટ સામે ઝઝુમી રહ્યું છે: જયરામ રમેશ

Share:

હાઈલાઇટ્સ

  • મોદી સરકાર પર પ્રહાર કરતા જયરામ રમેશે કહ્યું કે, આ એક શરમજનક સ્થિતિ છે
  • ચાર વર્ષથી મોદી સરકારે આ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવ્યું છે અને કેટલાય જૂઠ બોલ્યા છે: જયરામ રમેશ

કોંગ્રેસના વરિષ્નેઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી લચક પોસ્ટ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, મે 2020 થી ચીનના સૈનિકોએ ભારતીય ગશ્તી દળને પૂર્વી લદ્દાખના ડેપસાંગ મેદાન, ડેમચોક સુધી પહોંચ બનાવતા રોકી રહ્યા છે. આનાથી અંદાજ લગાવી શકાય કે, દેશ પોતાના છ દશકોમાં સૌથી ખરાબ ક્ષેત્રીય સંકટ સામે ઝઝુમી રહ્યું છે. 

જયરામ રમેશે લદ્દાખ સ્થિત રાજનેતા કોંચોક સ્ટૈનજિનની એક પોસ્ટને ટાંકતા કહ્યું કે, જેમણે કહ્યું હતું કે લદ્દાખમાં 1962 ના ચીન-ભારત સંઘર્ષના પ્રસિદ્ધ રેજાંગ લા યુદ્ધના સ્થળ પર એક મીલનો પથ્થર ચીન સાથે વિઘટન પ્રક્રીયાના ભાગ તરીકે સેના દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યો. આપને જણાવી દઈએ કે, સ્ટૈનજિન લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદમાં ચુશુલના પાર્ષદ છે. 

પાર્ષદ કોંચોક સ્ટૈનજિને ખુલાસો કર્યો છે કે, જે સ્થાન પર મેજર સિંહ પડ્યા હતા ત્યાં એક સ્મારક બનાવવામાં આવ્યું હતું. પરંતુ તેને તોડી પાડવામાં આવ્યું હતું કારણ કે તે 2021 માં ચીન સાથેની વાતચીતના બફર ઝોનમાં આવતું હતું. સાથે જ તેમણે કહ્યું કે, આ મેજર સિંહની સ્મૃતિનું એક મોટું અપમાન છે. આ પોસ્ટને ટાંકતા જયરામ રમેશ મોદી સરકારને સખત ટીકા કરી હતી. જયરામ રમેશે કહ્યું કે, મેજર શૈતાન સિંહના નેતૃત્વમાં 13 કુમાઉની ‘સી’ કંપની દ્વારા રેજાંગ લાની રક્ષા ભારતી યુદ્ધ ઈતિહાસના સૌથી જૂના પ્રસંગો પૈકી એક છે.. 

મોદી સરકાર પર પ્રહાર કરતા જયરામ રમેશે કહ્યું કે, આ એક શરમજનક સ્થિતિ છે. ચાર વર્ષથી મોદી સરકારે આ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવ્યું છે અને કેટલાય ખોટું બોલ્યા છે. સાથે જ જયરામ રમેશે 2017 માં ડોકલામ મુદ્દે પણ સરકાર પર પ્રહારો કર્યા હતા. રમેશે કહ્યું કે, ભારતના લોકોને સત્ય જણાવવાનો અને સમજાવવાનો સમય છે.