J&K માં સુરક્ષાદળોની ગાડી પર મોટો આતંકી હુમલોઃ ત્રણ જવાનો શહિદ!

પૂંછમાં આર્મી વ્હિકલ પર કરવામાં આવેલો હુમલો એ પાકિસ્તાન દ્વારા યોજનાબદ્ધ રીતે કરવામાં આવેલો હુમલો: J&K ના પૂર્વ ડીજીપી

Share:

હાઈલાઇટ્સ

  • ભારતમાં ઘુસવા માટે પાકિસ્તાની લોન્ચ પેડ પર 250-300 આતંકીઓ તૈયાર
  • સીમા પારથી કોઈપણ પ્રકારની ઘુસણખોરી થશે તો, તેને નાકામ કરી દેવામાં આવશે

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આજે આતંકવાદીઓએ સેનાના ટ્રક પપર ઘાત લગાવીને હુમલો કર્યો છે. હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા છે અને 3 જવાનો શહિદ થયા છે. અહીંયા સતત ગોળીબાર પણ થઈ રહ્યો છે. એક મહિનાથી પણ ઓછા સમયમાં આ ક્ષેત્રમાં સેના પર થયેલો આ બીજો હુમલો છે. આ પહેલા નવેમ્બરના રોજ રાજૌરીમાં થયેલા એક એન્કાઉન્ટરમાં સૈન્યના 5 જવાનો શહીદ થયા હતા. 

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ હુમલો થાનામંડી-સુરનકોટ રોડ પર ડેરાની ગલી નામના વિસ્તારમાં થયો છે. વાહન બુફલિયાજથી જવાનોને લઈને જઈ રહ્યું હતું. સુરનકોટ અને બુફલિયાજમાં સુરક્ષાદળોએ આતંકીઓ વિરૂદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં શામિલ સુરક્ષા દળો સાથે આજે સેનાનો કોન્ટેક્ટ થયો અને પછી ત્યાં વધારે જવાનો મોકલવામાં આવ્યા. 

જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદે કહ્યું કે, પૂંછમાં આર્મી વ્હિકલ પર કરવામાં આવેલો હુમલો એ પાકિસ્તાન દ્વારા યોજનાબદ્ધ રીતે કરવામાં આવેલો હુમલો હતો. J&K માંથી આર્ટિકલ 370 હટ્યા બાદ જે સકારાત્મક બદલાવો થયા છે. આતંકી આ નેરેટિવને બદલવા માંગે છે. 

પૂંછના જ સુરનકોટ વિસ્તારમાં 19-20 ડિસેમ્બર દરમિયાન રાત્રે પોલીસ શિબિરમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસ અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી છે. આ બ્લાસ્ટ એટલે જોરદાર હતો કે પોલીસ કેમ્પમાં ઉભેલા કેટલાય વાહનોને મોટાપાયે નુકસાન થયું હતું. 

ઈન્ટેલિજન્સ અનુસાર 250-300 આતંકી ભારતમાં ઘુસણખોરી માટે તૈયાર 
BSF ના એક સિનીયર ઓફિસરે ઈન્ટેલિજન્સના હવાલે એક જાણકારી આપી હતી કે, પાકિસ્તાનની સીમામાં 250-300 આતંકી લોન્ચપેડ પર તૈયાર છે. આ લોકો ભારતમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. ઓફિસરે જણાવ્યું કે, સુરક્ષાદળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સીમા પારથી કોઈપણ પ્રકારની ઘુસણખોરી થશે તો, તેને નાકામ કરી દેવામાં આવશે. 


BSF ના આઈજીએ જણાવ્યું કે, આતંકી ગતિવિધિઓને જોતા BSF અને સેના આ સંવેદનશિલ વિસ્તારો પર નજર રાખી રહ્યા છે અને સતર્ક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષાદળો અને કાશ્મીરના લોકો વચ્ચેના સંબંધો વિકસ્યા છે. જો લોકો અમારો સહયોગ કરશે તો અમે વિકાસના કામોને સારી રીતે આગળ વધારી શકીશું. 
 

Tags :