world cup final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ભારતીય વાયુસેના એર શો કરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાશે

Courtesy: Image: Twitter

Share:

 

world cup final: ક્રિકેટ ચાહકો ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઈનલ (world cup final)માં પહોંચી ગઈ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટીક ટીમ 19 નવેમ્બરે યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા એર શોનું આયોજન કરશે.

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલ (world cup final) શરું થતા પહેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય વાયુસેના પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેનાના પીઆરઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એર શો માટેની પ્રેક્ટિસ શુક્રવાર અને શનિવારે થશે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમમાં સામાન્ય રીતે નવ એરક્રાફ્ટ હોય છે અને તેમણે દેશભરમાં અનેક એર શો કર્યા છે.

 

વર્લ્ડ કપ ફાઈનલ (world cup final) પહેલા સમાપન સમારોહનું પણ આયોજન થઈ શકે છે. ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદમાં જ થઈ હતી. ત્યારબાદ અરિજિત સિંહ, શંકર મહાદેવન, સુનિધિ ચૌહાણ જેવા દિગ્ગજ કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. BCCI ફરી એકવાર અમદાવાદમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવા માંગે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

 

ભારતે ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઈનલ મેચમાં 397 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. કિવી ટીમે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ તે લક્ષ્યાંકથી દૂર રહી હતી. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલી એ ODIમાં પોતાની 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડને તોડી દીધો હતો. 

 

ભારત ચોથી વખત world cup finalમાં પહોંચ્યું

ભારતીય ટીમ 12 વર્ષ બાદ ટૂર્નામેન્ટની ફાઈનલ માં પહોંચી છે. છેલ્લી વખત 2011માં ટીમ ઈન્ડિયાએ હોમ ગ્રાઉન્ડ પર ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળની ટીમ ચેમ્પિયન બની હતી. ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે. 

 

1983માં કપિલ દેવની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. 2003માં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સૌરવ ગાંગુલી કેપ્ટન હતા. આઠ વર્ષ પછી, 2011 માં, જ્યારે ભારત ફાઈનલમાં પહોંચ્યું, ત્યારે તેણે શ્રીલંકાને હરાવીને બીજી વખત ટાઈટલ જીત્યું હતું.

વર્લ્ડ કપ 2003ની હારનો બદલો લેવાની શાનદાર તક

બે દાયકા બાદ ફરી એકવાર બંને ટીમો વર્લ્ડ કપ ફાઈનલ (world cup final)માં સામ સામે છે અને રોહિત શર્માની ટીમ પાસે ટ્રોફી જીતવાની શાનદાર તક છે. ફાઈનલ મેચની પ્રથમ દસ મિનિટ માટે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ એર શો સ્ટંટથી લોકોને રોમાંચિત કરશે. ભારતીય વાયુ સેનાનો ખાસ શો ભારતીય ખેલાડીઓમાં જીતના જુસ્સાને વધારશે.