New Hit and Run law: કાયદો લાગુ નહીં કરાય, કેન્દ્ર સરકારની જાહેરાત

ભારત સરકાર સંબંધિત વિભાગ આ કાયદાને લાગુ કરતા પહેલા અખિલ ભારતીય મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે અને બાદમાં જ વાતચીતમાં જે સહમતી બનશે તેના અનુસાર કાયદાને લાગુ કરવામાં આવશે. 

Courtesy: PIB

Share:

હાઈલાઇટ્સ

  • યૂનિયન નેતાઓ સાથે વાતચીત બાદ સરકારે આ કાયદાને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દીધો

પ્રતિક ગાૈતમ

હિટ એન્ડ રન મામલે ટ્રક હડતાળને ધ્યાને ધ્યાને રાખતા સંગઠનો અને સરકાર વચ્ચે થયેલી બેઠકમાં આ મામલે સમાધાન થયું છે. તો હવે આ મામલે કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન કાયદો લાગુ નહીં કરવાની જાહેરાત કરી દિધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ભારત સરકાર દ્વારા એક પત્ર જાહેર કરીને જણાવ્યું કે, હિટ એન્ડ રન મામલાઓ માટે લાવવામાં આવેલો કાયદો અત્યારે લાગુ નથી કરવામાં આવ્યો. 

Ministry of Home Affairs
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઈસ્યુ કરવામાં આવેલું નોટીફિકેશન. Notifications

ભારત સરકાર સંબંધિત વિભાગ આ કાયદાને લાગુ કરતા પહેલા અખિલ ભારતીય મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે અને બાદમાં જ વાતચીતમાં જે સહમતી બનશે તેના અનુસાર કાયદાને લાગુ કરવામાં આવશે. 

પૃષ્ઠભૂમિઃ 10 વર્ષની કેદ વાળો પ્રસ્તાવિત કાયદો 
ભારત સરકારે હિટ એન્ડ રનના કેસો માટે 10 વર્ષની જેલની સજાની જોગવાઈ કરતા ભારતીય ન્યાય સંહિતાની અંદર એક પ્રાવધાન રજૂ કર્યું હતું. આ નિર્ણયથી ટ્રક ડ્રાઈવરો આ કાયદાના વિરોધમાં 1 થી 3 જાન્યુઆરી સુધી દેશવ્યાપી હડતાળમાં જોડાયા હતા. યૂનિયન નેતાઓ સાથે વાતચીત બાદ સરકારે આ કાયદાને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દીધો છે.   

સરકારનો દ્રષ્ટીકોણઃ પરામર્શ અને સહમતિ 
હિટ-એન્ડ-રન કાયદાના અમલીકરણને મુલતવી રાખવાનો નિર્ણય સમાવેશી નીતિ-નિર્માણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે વાટાઘાટો શરૂ કરીને, સરકારનો ઉદ્દેશ્ય ચિંતાઓને દૂર કરવી, અને એ સુનિશ્ચિત કરવાનો છે કે કાયદો, જ્યારે અમલમાં આવે, ત્યારે આ ચર્ચાઓમાંથી મેળવેલી સામૂહિક સમજ અને સર્વસંમતિ સાથે કાયદો લાગુ થાય.

પક્ષકારોના હિતો અને કાયદાની ગૂંચવણો વચ્ચે સંમતોલન

જેમ-જેમ વાતચીત આગળ વધે છે તેમ સરકારને હિતધારકોના દ્રષ્ટીકોણ અને હિતો સાથે કાયદાકીય માળખાને સંતુલિત કરવા માટે નાજુક કાર્યનો સામનો કરવો પડી રહ્યો છે. આખરી નિર્ણય માત્ર હિટ-એન્ડ-રન કાયદાના અમલીકરણને જ અસર કરશે નહીં પરંતુ પરિવહન ક્ષેત્રની અંદરના જટિલ મુદ્દાઓને ઉકેલવા માટે સહયોગી નીતિનિર્માણ માટે એક દાખલો પણ સ્થાપિત કરશે.

આ સમગ્ર મામલે જે વળાંક લીધો છે તે ટ્રાન્સપોર્ટ સેક્ટર અને સરકાર વચ્ચેના પરામર્શ અને સહકારની અગત્યતા સાથે નવા કાયદાની બહોળી સ્વીકૃતિ અને અસરદાર અમલ પર પણ ધ્યાન ખેંચે છે. ભારતમાં હિટ એ્ન્ડ રનની સાથે રહેલી કાયદાકીય બાબતો સાથે થતાં નવા નિર્ણયોની માહિતી મેળવવા માટે જોડાયેલા રહો.