દેશમાં ગ્રેજ્યુએટ યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ ઘટ્યુઃ સર્વેમાં થયો ખુલાસો

ભારતમાં સામાન્ય સંજોગોમાં છેલ્લા 6 વર્ષમાં આ સૌથી નીચો બેરોજગારી દર છે

Share:

હાઈલાઇટ્સ

  • કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 9.79 લાખથી વધુ પદ ખાલી

દેશમાં બેરોજગારીને લઈને મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. એક સરકારી સર્વે અનુસાર, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં બેરોજગારી ઓછી થઈ છે. સર્વે અનુસાર, બેરોજગારીનો દર વર્ષ 2022-23 માં ઘટીને 13.4 ટકાએ પહોંચ્યો છે, કે જે એક વર્ષ પહેલા 14.9 ટકા જેટલો હતો. 

ક્યાં છે સૌથી ઓછી બેરોજગારી? 

પ્રાપ્ત સરકારી આંકડાઓ અનુસાર 15 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના ગ્રેજ્યુએટ વચ્ચે 2022-23 દરમિયાન સૌથી ઓછો બરોજગારી દર ચંદીગઢમાં 5.6 ટકા રહ્યો. 5.7 ટકા સાથે દિલ્હી બીજા નંબરે રહ્યું. 

આ રાજ્યમાં સૌથી વધુ યુવાનો બેરોજગાર 

આંકડાઓ અનુસાર, અંડમાન અને નિકોબાર દ્વિપમાં સૌથી વધારે બેરોજગારી દર 33 ટકા છે, બાદમાં લદ્દાખમાં બેરોજગારી દર 26.5 ટકા, આંધ્રપ્રદેશમાં 24 ટકા છે. મોટા રાજ્યોની વાત કરીએ, રાજસ્થાનમાં બેરોજગારી દર 23.1 ટકા અને ઓડિશામાં 21.9 ટકા છે.


દેશમાં બેરોજગારીનો દર છેલ્લા 6 વર્ષમાં સૌથી નીચો 

PLFS ડેટા દર્શાવે છે કે દેશમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે સામાન્ય સંજોગોમાં બેરોજગારીનો દર 2022-23માં ઘટીને 3.2 ટકા થવાની ધારણા છે. અગાઉ, દેશમાં બેરોજગારીનો દર 2020-21માં 4.2 ટકા, 2019-20માં 4.8 ટકા, 2018-19માં 5.8 ટકા અને 2017-18માં 6 ટકા નોંધાયો હતો. ભારતમાં સામાન્ય સંજોગોમાં છેલ્લા 6 વર્ષમાં આ સૌથી નીચો બેરોજગારી દર છે. 

કેન્દ્ર સરકારના ઘણા વિભાગોમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી 

દેશમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે. ડિસેમ્બર 2022માં કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે વિવિધ વિભાગોમાં 9.79 લાખથી વધુ પદ ખાલી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને સૂચનાઓ જારી કરીને સમયસર ખાલી જગ્યાઓ ભરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું હતું કે સરકાર રોજગાર મેળાઓ દ્વારા યુવાનોને અર્થપૂર્ણ તકો પૂરી પાડશે.
 

Tags :