world cup final જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મોટી હસ્તીઓ રહેશે હાજર

ભારત અને ઓસ્ટ્રેલિયા 19 નવેમ્બરના રોજ ફાઈનલમાં ટકરાશે

Courtesy: Image: Twitter

Share:

 

world cup final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ (world cup final) મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેચ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીનો પરિવાર મેચમાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે. 

 

આ સિવાય 8 રાજ્યોના મુખ્યમંત્રી અને ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ પણ આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. 

world cup finalમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે

આ મહામુકાબલાને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચશે. તેની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝ અને નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું છે. જોકે, હજુ બંનેના કન્ફર્મેશનની રાહ જોવાઈ રહી છે.

 

આ વર્ષની શરૂઆતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટને જોવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેચમાં ઓસ્ટ્રેલિયન પીએમ પણ હાજર રહ્યા હતા.

 

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટૂર્નામેન્ટની તમામ મેચો જીતીને વર્લ્ડ કપ ફાઈનલ (world cup final)માં પહોંચી છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ શરૂઆતમાં તેની બે મેચ હારી ગઈ હતી અને ત્યારબાદ શાનદાર વાપસી કરીને ફાઈનલમાં પહોંચી છે.   

 

પીએમ મોદી ઉપરાંત કેટલીક ખાસ રાજકીય હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, બોલિવૂડ સ્ટાર્સ, પૂર્વ ક્રિકેટરો પણ આ મેચ જોવા માટે મેદાનમાં આવી શકે છે. આમાંથી એક સૌથી ખાસ વ્યક્તિ મહેન્દ્ર સિંહ ધોની હોઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમએસ ધોની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ ફાઈનલ (world cup final) મેચ જોવા માટે અમદાવાદ આવી શકે છે. 

 

ભારતે છેલ્લો વર્લ્ડ કપ 2011માં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં જીત્યો હતો અને એમ એસ ધોનીએ જ છેલ્લી સિક્સ ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. છેલ્લા 12 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા ધોની વિના વર્લ્ડ કપ રમી રહી છે. જોકે, વર્લ્ડ કપ ફાઈનલ (world cup final) મેચમાં ટીમનું મનોબળ વધારવા માટે ધોની પણ અમદાવાદ આવી શકે છે.

 

બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો રણબીર કપૂર, શાહિદ કપૂર, સિદ્ધાર્થ મલોહત્રા, કિયારા અડવાણી, જ્હોન અબ્રાહમ, વિકી કૌશલ, અનુષ્કા શર્મા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઈનલ મેચમાં મેદાન પર જોવા મળ્યા હતા. 

 

આ તમામ ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ પહોંચી શકશે. આ સિવાય, રિપોર્ટ્સ અનુસાર, રજનીકાંત, અભિષેક બચ્ચન, કેએલ રાહુલની પત્ની આથિયા સેઠી, શાહરૂખ ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ સહિત ઘણા બોલિવૂડ સુપરસ્ટાર્સ ટીમને સપોર્ટ કરવા અમદાવાદ આવી શકે છે.