અદાણી-અંબાણી કરતા પણ ધનવાન હતા ભારતના આ વેપારીઃ અંગ્રેજો અને ઔરંગઝેબને ઉછીના પૈસા આપ્યા હતા!

વીરજી વોરાએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને 2,00,000 રૂપીયાની સંપત્તિ ઉધાર આપી હતી. 

Share:

હાઈલાઇટ્સ

  • જો વર્તમાન સમયમાં મોંઘવારીના હિસાબથી એ રકમની ગણતરી કરીએ તો તેમની સંપત્તિ મુકેશ અંબાણી, અદાણી અને ભારતના અન્ય અરબપતિઓથી વધારે થાય.
  • તોએ એક શાહુકાર પણ હતા અને અંગ્રેજો તેમની પાસેથી પૈસા ઉધાર લેતા હતા.

આખા વિશ્વના ઈતિહાસને જોઈએ તો ખ્યાલ આવે કે, ભારત હંમેશા લોકપ્રીય વ્યાપારીક કેન્દ્ર રહ્યું છે. ભલે આપણને 1947 માં અંગ્રેજો પાસેથી આઝાદી મળી પરંતુ ભારતીય વ્યાપારીઓ સદીઓથી વ્યાપારમાં લાગેલા છે. ભારતમાં વિશ્વના કેટલાય સારા અને પ્રસિદ્ધ વ્યવસાયો વિકસ્યા છે. આમાં કેટલાય મસાલાઓ, હિરા, કપાસ, શેરડી સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. 

વીરજી વોરા એક એવા ભારતીય બિઝનેસમેન હતા કે જે બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અત્યારસુધીના સૌથી અમીર બિઝનેસમેન હતા. વીરજી વોરા મુગલ શાસન દરમિયાન એક લોકપ્રીય વ્યક્તિ હતા અને તેઓ 1617 અને 1670 વચ્ચે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક મોટા ફાઈનાન્સર પણ હતા. વીરજી વોરાએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને 2,00,000 રૂપીયાની સંપત્તિ ઉધાર આપી હતી. 

1590 માં જન્મેલા વીરજી વોરા એક હોલસેલ વેપારી હતા અને તેમની સંપત્તિ આશરે 8 મીલિયન રૂપીયા એ સમયે હતી. જો વર્તમાન સમયમાં મોંઘવારીના હિસાબથી એ રકમની ગણતરી કરીએ તો તેમની સંપત્તિ મુકેશ અંબાણી, અદાણી અને ભારતના અન્ય અરબપતિઓથી વધારે થાય. આટલી મોટી સંપત્તિ સાથે વોરા સરળતાથી ભારતના અત્યારસુધીના સૌથી અમિર વ્યાપારી બની ગયા. ઐતિહાસીક પત્રીકાઓ અનુસાર, વિરજી વોરા કેટલાય ઉત્પાદનોનો વ્યાપાર કરતા હતા. તેમના વ્યાપારમાં મરીયા, સોનું, ઈલાયચી અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. 

વીરજી વોરા 1669 થી 1668 વચ્ચે અંગ્રેજો સાથે કેટલાય વેપાર કરતા હતા અને આનાથી તેમને પોતાનું સમૃદ્ધ વ્યાપારિક સામ્રાજ્ય બનાવવામાં મદદ મળી. તેઓ મુખ્યત્વે કોઈપણ ઉત્પાદનનો વિપુલ જથ્થો ખરીદીને સ્ટોક કરી લેતા હતા અને બાદમાં તેને તગડો નફો રાખીને વેચી દેતા હતા. તોએ એક શાહુકાર પણ હતા અને અંગ્રેજો તેમની પાસેથી પૈસા ઉધાર લેતા હતા. કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે કે, જ્યારે મુગલ બાદશાહ ઔરંગઝેબ ભારતનું દક્ષિણ ક્ષેત્ર જીતવા માટે પોતાના યુદ્ધ દરમિયાન આવતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો તો તેણે પૈસા ઉધાર લેવા માટે પોતાના દૂતને વીરજી વોરા પાસે મોકલ્યો હતો. 

વીરજી વોરાનો વેપાર અને લેડવ-દેવડ આખા ભારતમાં હતી. આ સિવાય અન્ય કેટલાય દેશોમાં તેમનો વેપાર ફેલાયેલો હતો. વીરજી વોરા પાસે એ સમયના તમામ મહત્વપૂર્ણ કેન્દ્રો પર પણ એજન્ટ હતા જેમાં આગ્રા, બુરહાનપુર, ડેક્કનમાં ગોલકુંડા, ગોવા, કાલીકટ, બિહાર, અમદાવાદ, વડોદરા અને બારૂચ પણ શામિલ હતા.