આને ભારતનો પાકિસ્તાન સામેનો વિજય જ કહેવાયઃ પાક.માં ભારતના નામે વોટ માંગી રહ્યા છે નેતાઓ

પાકિસ્તાનમાં ભારતના નામે વોટ માંગનારા નેતાઓમાં સૌથી પહેલા નંબરે નવાઝ શરીફ આવે છે

Share:

હાઈલાઇટ્સ

  • પાકિસ્તાનમાં ચૂંટણી છે અને વોટર્સ વચ્ચે ભારતની ચર્ચા છે
  • ભારતની વિદેશ નીતિઓ અને વડાપ્રધાન મોદીની કાર્યશૈલીના પાકિસ્તાની નેતાઓ કરી રહ્યા છે વખાણ!


પાકિસ્તાનમાં અત્યારે ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. દેશની કથળેલી હાલત અને વધેલી મોંઘવારીને લઈને લોકો પરેશાન છે. પાકિસ્તાનની મોટાભાગની જનતા અત્યારે પાકિસ્તાનના નેતાઓને જ તમામ પરિસ્થિતિ માટે જવાબદાર માની રહી છે. ત્યારે પાકિસ્તાનમાં ચૂંટણી છે અને વોટર્સ વચ્ચે ભારતની ચર્ચા છે. નવાઝ શરીફ હોય કે પછી ઈમરાન ખાન, બંન્ને નેતાઓ અને તેમની પાર્ટી અત્યારે ભારતના નામે જ વોટ માંગી રહી છે. આ નેતાઓ જનતા વચ્ચે જઈને ભારતની ઉપ્લબ્ધીઓ ગણાવી રહ્યા છે. ભારતની વિદેશ નીતિઓ અને વડાપ્રધાન મોદીની કાર્યશૈલીના આ નેતાઓ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. કોઈ નેતા ભારતની પ્રગતિ ગણાવીને પાકિસ્તાનને આગળ લઈ જવાનું સપનું દેખાડી રહ્યા છે. તો કેટલાક એવા છે કે, કાશ્મીરના મુદ્દે લોકોને બહેકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી 2024 ના રોજ ચૂંટણી યોજાવાની છે. રાજનૈતિક જાણકારો કહે છે કે વર્ષ 2018 માં ઈમરાનખાનની પાર્ટીએ ચૂંટણી જીતી હતી. પરંતુ તેઓ ભારત સાથે સબંધો સારા કરવામાં સફળ રહ્યા નથી. ઈમરાનના સમયમાં ભારત-પાકિસ્તાનના સબંધો સુધરવાની જગ્યાએ વણસ્યા હતા. એ પહેલા પાકિસ્તાનમાં નવાઝ શરીફનો રેકોર્ડ ભારતો સાથે સંબંધ સુધારવા મામલે સારો રહ્યો છે. ઈમરાન અથવા બિલાવલ ભુટ્ટો પરંપરાગત રીતે ભારત વિરોધી માનવામાં આવે છે. જો કે, વર્ષ 2022 માં સત્તા ગુમાવ્યા બાદ ઈમરાનના સૂર પણ ભારતને લઈને બદલાતા દેખાયા હતા. અત્યારે પાકિસ્તાન અને તેની સેના ભારતના મહત્વને સારી રીતે સમજે છે. એટલા માટે તેઓ ભારત-પાકિસ્તાનના સંબંધોને ફરીથી સુધારવા માટે કૂટનૈતિક દાવ રમવા માંગે છે. 


કહેવાઈ રહ્યું છે કે, પાકિસ્તાની સેના નવાઝ શરીફને સામે રાખીને પોતાની છબી સુધારવા માંગે છે. કારણ કે, પાકિસ્તાનમાં કોઈપણ વડાપ્રધાન સેનાની સહમતિ વગર નથી બની શકતા. આ સિવાય નવાઝ પર જે પ્રકારે પ્રતિબંધ છે તે સેનાની મદદ વિના ખતમ પણ કરી શકાય તેમ નથી.

ભારતના વખાણ કરવાની કોઈ તક નથી ચૂકતા નવાઝ શરીફ 

પાકિસ્તાનમાં ભારતના નામે વોટ માંગનારા નેતાઓમાં સૌથી પહેલા નંબરે નવાઝ શરીફ આવે છે. તેઓ ઓક્ટોબરમાં 4 વર્ષ બાદ બ્રિટનથી પાકિસ્તાન પરત આવ્યા છે. 73 વર્ષીય નવાઝ શરીફને એવેનફીલ્ડ અને જલ-અજીજીયા મામલે દોષિત ગણવામાં આવ્યા હતા અને તોશાખાના માહન મામલે તેઓ ગુનેગાર સાબિત થયા હતા. નવાઝ આ કેસમાં જમાનત પર હતા. તેઓ 2019 માં જ સારવાર માટે યૂકે ચાલ્યા ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેઓ આ વખતે પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી પદના દાવેદાર હોઈ શકે છે. જો કે, નવાઝ શરીફ પર ઘણા પ્રતિબંધો છે પરંતુ તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કરી દિધો છે. દરેક ચૂંટણી રેલીમાં તેઓ ભારત દેશના ખુલીને વખાણ કરે છે.