"આ રુપિયા કોંગ્રેસના નથી, મેં બિઝનેસમાં કમાયેલા છે આ પૈસા"

Dhiraj Sahu: કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુએ આઈટી વિભાગની રેડ બાદ કબજે કરવામાં આવેલા 353 કરોડ રુપિયા મામલે પોતાની પહેલી પ્રિતિક્રિયા આપી છે. તેઓએ કબૂલ્યું કે, આ રુપિયા તેમની ફર્મના છે.

Share:

હાઈલાઇટ્સ

  • સાંસદ ધીરજ સાહૂએ કહ્યું, આ રુપિયા કોંગ્રેસના નથી
  • મારી લિકર ફર્મના આ કરોડો રુપિયા છે
  • અમારા આ બિઝનેસને સો વર્ષ થઈ ગયા છે

રાંચીઃ કોંગ્રેસના સાંસદ ધીરજ સાહૂના ઘરે અને અન્ય ઠેકાણાઓ પર આઈટી વિભાગની રેડ પડી હતી. આ રેડમાં રુપિયા 353 કરોડ કબજે કરવામાં આવ્યા હતા. જો કે, આ મામલે હજુ સુધી સાંસદે મૌન સેવ્યું હતું. હવે સાંસદ ધીરજ સાહૂએ આ મામલે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેઓએ કબૂલાત કરી છે કે, આ રુપિયા તેમની ફર્મના છે. તેઓએ કહ્યું કે, આજે જે થઈ રહ્યું છે તે ખરેખર દુઃખદ છે. હું સ્વીકાર કરું છું કે જે રુપિયા કબજે કરવામાં આવ્યા છે તે મારી ફર્મના છે. મારી લિકર બિઝનેસના આ રુપિયા છે. 

લિકર બિઝનેસના રુપિયા
સાંસદ ધીરજ સાહૂએ જણાવ્યું કે, આ રોકડા લિકર બિઝનેસના છે. આ રુપિયા સાથે કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષને કોઈ લેવા દેવા નથી. લોકો આ મામલે આવી ચર્ચા કરી રહ્યા છે, પણ એ ખોટી છે. આ બધાં જ રુપિયા મારા નથી. આ રુપિયા મારા પરિવાર અને અન્ય સંબંધિત ફર્મના છે. આઈટી વિભાગે દરોડ પાડ્યા છે. હું દરેકનો હિસાબ લઈશ. 

દિલને ઈજા પહોંચી
ધીરજ સાહૂએ એક ઈન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે, હું છેલ્લાં 30-35 વર્ષથી રાજકારણમાં છું. પહેલીવાર મારી સાથે આવી ઘટના બની છે. એના કારણે મારા દિલને ખૂબ જ ઈજા પહોંચી છે. હું હંમેશા એવું ઈચ્છતો હતો કે, મને લઈને કોઈ વિવાદ ન થાય. પણ હવે વિવાદ થઈ ગયો છે, ત્યારે મારા અને મારા પરિવાર વિશે જાણકારી આપુ છું. હું દાવા સાથે કહું છું કે જે પણ રુપિયા પકડાયા છે એ મારી ફર્મના છે. લિકરના બિઝનેસમાં અમે છેલ્લાં સો વર્ષથી કામ કરીએ છીએ.