CAT 2023: 7 લાખથી વધારે ફોલોઅર્સવાળા યુટ્યુબ-ઈન્સટાગ્રામ ફૂડ બ્લોગરનો સ્કોર 99.14%

CAT Result 2023: પુલકિત ડાગા ઈન્સ્ટાગ્રામ પર ફેમસ છે. તે અમદાવાદ કે દિલ્હી આઈઆઈએમમાં ભણવાની ઈચ્છા રાખે છે.

Share:

હાઈલાઇટ્સ

  • સાત લાખ ફોલોઅર્સ ધરાવતા યુવકે કેટમા સફળતા મેળવી
  • દેશના ટોપ રેન્કર્સમાં આ યુવક પણ સામેલ થયો
  • ફૂડ વ્લોગિંગનો શોખીન છે આ યુવક, મેળવ્યા 99.14 ટકા

નવી દિલ્હીઃ પુલકિત ડાગા કે જેની ઉંમર માત્ર 24 વર્ષ છે તે યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર મળીને લગભગ સાત લાખ સબસ્ક્રાઈબર સાથે ફૂડ વ્લોગર છે. 21 ડિસેમ્બરના રોજ જ્યારે  IIM લખનૌએ કોમન એડમિશન ટેસ્ટ CAT 2023ના પરિણામોની જાહેરાત કરી હતી. ત્યારે ડાગા 99.14 પર્સેન્ટાઈલના પિરણામ સાથે દેશના ટોચના રેન્કર્સમાં એક બન્યો છે. 

આ રીતે કામ કર્યુ 
ધોરણ બાર કોમર્સ બાદ તેણએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએમએસનો અભ્યાસ કર્યો. તે પહેલેથી જ એમબીએ કરવા માગતો હતો. જો કે, તેને વિવિધ ફૂડ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. એટલે તે ફૂડ વ્લોગિંગ અને કન્ટેન્ટ ક્રિએશનમાં ગયો. તેને સમજવા માટે પ્રયાસો કર્યા. જો કે, કોરોનાએ આમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પુલકિત ડાંગા કહે છે કે, હું અનેકવાર બહાર ફરવા જતો અને વિવિધ ફોટો પાડતો. આ ફોટા મારા સ્નેપચેટ સ્ટોરી માટે પાડતો હતો. એ પછી હું પોસ્ટ કરવા લાગ્યો. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર લોકોને ગમ્યું અને આગળ વધતો ગયો. 

આટલા ફોલોઅર્સ 
ઈન્સ્ટાગ્રામ પર પહેલાં હું હોટલ અને કાફેને કવર કરતો હતો, પરંતુ લોકડાઉન દરમિયાન મેં મારી મમ્મી સાથે જમવાનું બનાવવાનું શરુ કર્યું. કારણ કે,  બહાર જઈ શકાય એવી સ્થિતિ નહોતી.  મેં કાર્મેલ કસ્ટર્ડ પુડી બનાવી છે. જેના લગભગ ત્રણ લાખ વ્યૂં પણ આવ્યા છે. આ પાછળનું કારણ એ કે મારા દસ હજાર ફોલોઅર્સ હતા. આ વીડિયો મારા માટે સફળતા કહી શકાય. મહત્વનું છે કે, 21 ડિસેમ્બરના રોજ કેટનું પરિણામ જાહેર થયુ હતુ. 

7 લાખ ફોલોઅર્સ 
લગભગ 2.88 લાખ ઉમેદવારોએ પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. જેમાં 14 જેટલાં લોકોએ 100 પર્સેન્ટાઈલનો સ્કોર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ બાદ તેણે યુટ્યુબ ચેનલ શરુ કરી. માત્ર બાર જ મહિનામાં એક લાખ સબક્રાઈર્સ થયા. 2019માં પણ તેણે કેટમાં પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો હતો. હાલ તેના સાત લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. મહત્વનું છે કે, ડાગાએ કોઈ પણ જાતના કોચિંગ વગર જ આ પરીક્ષા પાસ કરીને સફળતા હાંસલ કરી છે.