TMCના સાંસદ Mahua Moitraને કેશ ફોર ક્વેરીના આરોપમાં લોકસભામાંથી હાંકી કઢાયા, શું છે કેસ?

Mahua Moitra: TMCના સાંસદ મહુઆ મોઈત્રાનું સંસદનું પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. લોકસભામાં એથિક્સ કમિટિનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઈને લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. અંતે તેમનું સભ્ય પદ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો.

Share:

હાઈલાઇટ્સ

  • ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાનું સંસદીય પદ રદ્દ
  • કેશ ફોર ક્વેરીના આરોપમાં ચાલી રહી હતી ચર્ચા
  • એથિક્સ કમિટીએ યોગ્ય તપાસ નથી કરીઃ મોઈત્રા

નવી દિલ્હીઃ ટીએમના સાંસદ મહુઆ મોઈત્રાનું સંસદીય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. પેનલે પ્રસ્તાવને સ્વીકારતા મહુઆ મોઈત્રાનું સંસદીય પદ રદ્દ કર્યુ હતુ અને તેમને સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ખરેખરમાં લોકસભામાં ભાજપના નેતા વિજય સોનકરે આ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ મુદ્દે લાંબી ચર્ચા ચાલ્યા બાદ મહુઆ મોઈત્રાનું પદ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંસદીય પદ રદ્દ કરી દેવામાં આવતા મહુઆ મોઈત્રા ખૂબ જ ગુસ્સે થયા હતા. તેઓએ કહ્યું કે, એથિક્સ કમિટી પાસે સંસદીય પદ રદ્દ કરવાની સત્તા નથી. આ તમારા અંતની શરુઆત છે. 

કેશ ફોર ક્વેરી કેસનો આરોપ 
મહુઆ મોઈત્રા પર આરોપ લાગ્યો હતો કે, તેઓ રુપિયા લઈને સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા. આ મામલે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી. લોકસભા સ્પીકરે મહુઆ મોઈત્રાને એથિક્સ કમિટીની ભલામણ પર સંસદમાં પોતાની સ્પષ્ટતા કરવાનો ઈનકાર કર્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આવું કેમ ન કરી શકાય. તો ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ મહુઆ મોઈત્રાના સમર્થનમાં કહ્યું કે, મહુઆ મોઈત્રાને સંસદમાંથી હટાવવા મુદ્દે સંસદ પાસે અધિકાર નથી. 

મહુઆ મોઈત્રાએ શું કહ્યું? 
તો આ ઘટના પછી મહુઆ મોઈત્રાએ કહ્યું કે, એથિક્સ કમિટી પાસે આ અધિકાર નથી. આ ભાજપના અંતની શરુઆત છે. જો મોદી સરકાર એમ સમજતી હોય કે મને ચૂપ કરાવીને તેઓ અદાણી મુદ્દો ખતમ કરી નાખશે, તો એ વાત ખોટી છે. તમે જે કર્યુ એ દર્શાવે છે કે, અદાણી તમારા માટે કેટલી મહત્વની છે. સંસદને સમર્પણ કરવાથી કેટલી હદ સુધી રોકી શકશો. 

કમિટીએ ઉંડાણપૂર્વક તપાસ નથી કરી 
મહુઆ મોઈત્રાએ જણાવ્યું કે, મેં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે એના પરથી ધ્યાન ભટકાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. ગિફ્ટ અને કેશના કોઈ પુરાવા નથી. એથિક્સ કમિટીએ ઉંડાણપૂર્વક તપાસ કરી જ નથી. તો મહુઆ મોઈત્રાના સમર્થનમાં કેટલાંક અન્ય નેતાઓ પણ આવી ગયા હતા.