TMCના સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી કરી ઉપરાષ્ટ્રપતિની મજાક, કહ્યું-હજાર વાર કરીશ

TMC MP કલ્યાણ બેનર્જીએ ફરી એકવાર ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરીને તેમની મજાક કરી છે. એટલું જ નહીં આ રીતે તેઓ એક હજાર વાર કરશે એવું બોલ્યા.

Share:

હાઈલાઇટ્સ

  • ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી કરી મજાક
  • ઉપરાષ્ટ્રપતિની નકલ ઉતારી કહ્યું, હજાર વાર કરીશ
  • પહેલાં સંસદ પરિસરમાં વિપક્ષ સામે કરી હતી મજાક

શ્રીરામપુરઃ ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જી કે જેઓએ સંસંદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ ઉતારીને વિવાદ ઉભો કરી દીધો હતો. તેઓએ ફરીથી જ આવી હરકત કરી છે. આને કલાકારી સાથે જોડતા તેઓએ એવું પણ કહ્યું કે, તેઓ આવું એક હજાર વાર કરશે અને આવું કરવું એ તેમનો મૌલિક અધિકાર છે. મહત્વનું છે કે, કલ્યાણ બેનર્જી સંસદ પરિસરમાં અનેક વિપક્ષી નેતાઓ સામે જ આ નકલ ઉતારીને વિવાદ ઉભો કર્યો હતો. જેને રાહુલ ગાંધીએ પોતાના મોબાઈલમાં કેદ પણ કરી હતી. આ ઘટના બન્યા બાદ રાજકીય વર્તુળમાં હાહાકાર મચી ગયો હતો. જો કે, પીએમ મોદીથી લઈને જાટ સમાજ સુધીના લોકોએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરવાની સાથે ગુસ્સો પણ ઠાલવ્યો હતો. 

હજાર વાર કરીશ 
રવિવારે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ એવું કહ્યું કે, હું મિમિક્રી કરતો રહીશ. તમને પહેલાં પણ જણાવી ચૂક્યો છું કે મિમિક્રી કરવી એ એક કળા છે. જો જરુર પડી તો આને હું એક હજાર વાર કરીશ. મારી પાસે મારા વિચાર વ્યક્ત કરવાના તમામ મૌલિક અધિકારો છે. તમે મને જેલમાં નાખી શકો છો પણ હું પીછેહટ નહીં કરું. રવિવારે પશ્ચિમ બંગાળના શ્રીરામપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન વખતે ટીએમસીના બેનર્જીએ આ વાત કરી હતી. 

રાહુલ ગાંધીએ ઘટના કેદ કરી 
તેઓએ આગળ એવું પણ જણાવ્યું કે, એક નાનકડા મુદ્દાએ તેમને હેરાન કરી દીધા છે. કલ્યામ બેનર્જીએ તાજેતરમાં સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધાનખડની નકલ ઉતારી હતી. આ ઘટના રાહુલ ગાંધીના મોબાઈલના કેમેરામાં પણ કેદ થઈ હતી. જે બાદ પીએમ મોદીથી માંડીને અન્ય લોકો પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને રોષ ઠાલવી રહ્યા છે. 

પીએમ મોદીની પણ ટિકા કરી
આ સિવાય કલ્યાણ બેનર્જીએ સંસદમાં થયેલી સુરક્ષા બાદ પીએમ મોદી વિરુદ્ધ પણ ટિકા કરી હતી. બેનર્જીએ એવું કહ્યું કે, ભાજપના એક સાંસદે આ બે ઘુસણખોરોને ગેટ પાસ આપ્યા હતા. તેમને બચાવવા માટે 146 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. મહત્વનું છે કે, ઉપરાષ્ટ્રપતિની નકલ ઉતારવાની ઘટના બાદ દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.