Ayodhya: બે ગુજરાતી મહિલાઓએ 27 લાખનું રિટાયરમેન્ટ ફંડ રામ મંદિર માટે દાનમાં આપ્યું

એકલી રહેતી મહિલાએ હવે અયોધ્યા મંદિર માટે પોતાનું આખું રિટાયરમેન્ટ ફંડ દાનમાં આપી દીધું છે. “આ રકમ બંને બહેનોની નિવૃત્તિ ફંડ અને બચત હતી. અમે તે દાન હોવાનો દાવો નથી કરતા પરંતુ ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરીએ છીએ.”

Share:

હાઈલાઇટ્સ

  • આ દાદીમાને સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ તેઓ ઉંમરના કારણે જઈ શકશે નહી
  • ભાનુમતી સોલંકી 1999માં સિવિલ હોસ્પિટલમાંથી હેડ નર્સ તરીકે નિવૃત્ત થયા હતા

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ પ્રસંગને લઈને ભારત સહિત વિશ્વભરના કરોડો રામ ભક્તોમાં ઉત્સાહનો અને ખુશીનો માહોલ છે. ત્યારે દેશ-વિદેશના લાખો ભક્તો રામ મંદિર માટે યથાશક્તિ દાન આપી રહ્યા છે. 

ત્યારે મોરબીના નવા બસ સ્ટેન્ડ વિસ્તારની 83 વર્ષીય મહિલા ભાનુમતી સોલંકીએ 2021માં અયોધ્યામાં રામ મંદિર માટે 27 લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું હતું. આ તેમણે તેમની બહેન સાથે કર્યું, જેનું તાજેતરમાં અવસાન થયું છે. સોલંકી 1999માં સિવિલ હોસ્પિટલમાંથી હેડ નર્સ તરીકે નિવૃત્ત થયા હતા અને તેમની સ્વર્ગસ્થ બહેન મંજુલા સાથે રહેતા હતા, જેઓ એક સરકારી શિક્ષિકા હતા, બંને અપરિણીત હતા.

એકલી રહેતી મહિલાએ હવે અયોધ્યા મંદિર માટે પોતાનું આખું રિટાયરમેન્ટ ફંડ દાનમાં આપી દીધું છે. “આ રકમ બંને બહેનોની નિવૃત્તિ ફંડ અને બચત હતી. અમે તે દાન હોવાનો દાવો નથી કરતા પરંતુ ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરીએ છીએ.”

ભાનુમતી બાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે એક દાયકા પહેલા અયોધ્યા મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. “મેં જોયું કે ભગવાન તંબુ જેવા માળખામાં બેઠેલા હતા અને મને બહુ જ ખરાબ લાગ્યું. મેં વિચાર્યું કે આપણે ભગવાનની કૃપાથી એક ભવ્ય મંદિર બનાવવું જોઈએ. 

ભાનુમતી સોલંકીએ કહ્યું, રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે તેનાથી હું ખુશ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંદિરના નિર્માણનો શ્રેય મળ્યો છે. તેમને સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ તેઓ ઉંમરના કારણે જઈ શકશે નહી. જોકે, તેઓ આગામી છ મહિનામાં મંદિરની મુલાકાત લેશે.

રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટને વિવાદિત જમીન સોંપવાના 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ભક્તો પાસેથી દાન એકત્ર કરવાનું શરૂ કર્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતિ ભાડેસિયાએ જણાવ્યું હતું કે, "સોલંકી અને તેની બહેને 2021માં અમને 27 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જ્યારે અમે ટ્રસ્ટ વતી ભંડોળ એકત્ર કરી રહ્યા હતા."