મુંબઈના ધારાવી પ્રોજેક્ટમાં અદાણી ના જોઈએ..., શિવસેનાએ મોટું પ્રદર્શન કર્યું

ઠાકરે જૂથે કહ્યું કે અમારો મોરચો ધારાવીના રિડેવલપમેન્ટની વિરુદ્ધ નથી, પરંતુ ધારાવી રિડેવલપમેન્ટના નામે અદાણીને ફાયદો કરાવવાના ઈરાદા સામે છે.

Share:

હાઈલાઇટ્સ

  • શિવસેનાએ ધારાવી વિસ્તારમાંથી અદાણી ઓફિસ સુધી મોરચો કાઢ્યો
  • અમારો મોરચો અદાણીને ફાયદા કરાવાને ઈરાદા સામે છે: કમિટી

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે અને શિવસેના (UBT) જૂથના કાર્યકરો અને નેતાઓએ શનિવારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર વિરોધ માર્ચ યોજી હતી. ગયા અઠવાડિયે, UBT સેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે તેમના સહિત તેમના પક્ષના કાર્યકરો 16 ડિસેમ્બરે ધારાવી વિસ્તારમાંથી અદાણી ઓફિસ સુધી મોરચો કાઢશે. ઠાકરે જૂથે કહ્યું કે અમારો મોરચો ધારાવીના રિડેવલપમેન્ટની વિરુદ્ધ નથી, પરંતુ ધારાવી રિડેવલપમેન્ટના નામે અદાણીને ફાયદો કરાવવાના ઈરાદા સામે છે. દરમિયાન ધારાવી બચાવો કમિટી સાથે મળીને પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

ધારાવી બચાવો સમિતિનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન ધારાવીના લોકોને 400 ચોરસ ફૂટના ઘર આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે ડેવલપર્સને એસઆરએમાંથી અદાણી જેટલી છૂટ આપવામાં આવી રહી હતી તેટલી છૂટ મળી રહી ન હતી, તેથી હવે ધારાવીના લોકોને 500 ચોરસ ફૂટનું ઘર મળવું જોઈએ. ધારાવી બચાવ સમિતિ એવી પણ માગણી કરે છે કે ધારાવીનો પુનઃવિકાસ અદાણી કે કોઈ ખાનગી ડેવલપર દ્વારા નહીં, પરંતુ સરકારી સંસ્થા મ્હાડા દ્વારા થવો જોઈએ. ધારાવીમાં જેમનો ધંધો છે તેમને તેમના વ્યવસાય માટે ત્યાં જગ્યા આપવામાં આવે. ધારાવીમાં કુંભારવાડા અને અન્ય ધંધા જે સદીઓથી ચાલી રહ્યા છે તેનું ત્યાં પુનઃવસન થવું જોઈએ. ધારાવીમાં ફરી સર્વે કરવામાં આવે અને તેના આધારે લોકોને મકાનો આપવામાં આવે.

ધારાવી રિડેવલપમેન્ટ કમિટીએ શું કહ્યું?
ધારાવી રિડેવલપમેન્ટ કમિટીએ આરોપ લગાવ્યો છે કે ઉદ્ધવ ઠાકરે અને ધારાવી ધારાસભ્ય કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડ વર્ષોથી અટકેલા ધારાવીના પુનર્વિકાસને રોકવા માટે કામ કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં ધારાવી રિડેવલપમેન્ટ કમિટીના ટ્રેઝરર મનોહર રાયબાગેએ જણાવ્યું હતું કે, ધારાવી રિડેવલપમેન્ટ સામે મોરચો ધારાવીના નાગરિકોનો નથી, પરંતુ ધારાવીના વિકાસનો વિરોધ કરનારાઓનો છે.