UIDAIએ ગ્રાહકોને આપી મોટી રાહત: Aadhar અપડેટ કરવાની સમય મર્યાદા વધારી

યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરવાની ડેડલાઈન એકવાર ફરીથી વધારી દિધી છે. હવે તમે તમારું આધારકાર્ડ 14 માર્ચ 2024 સુધીમાં અપડેટ કરાવી શકશો.

Share:

હાઈલાઇટ્સ

  • ફ્રી આધાર અપડેટ માટેની અંતિમ તારીખ 14 ડિસેમ્બર 2023
  • 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હોય તો અપડેટ કરાવી લેજો

આધાર કાર્ડ અપડેટ કરાવવાનો લઈને UIDAIએ લોકોને રાહત આપી છે. આધાર કાર્ડ અપડેટ કરાવવાની સમય મર્યાદામાં વધારો કરવામાં છે. આજે એટલે કે 14 ડિસેમ્બરના રોજ ફ્રીમાં આધારકાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા પૂરી થઈ રહી હતી પરંતુ UIDAI એ આધાર વપરાશકર્તાને રાહત આપતા આની સમય મર્યાદામાં 90 દિવસનો વધારો કર્યો છે. 

ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની નવી ડેડલાઈન
આધારકાર્ડ ધારકોને મોટી રાહત મળી છે. યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરવાની ડેડલાઈન એકવાર ફરીથી વધારી દિધી છે. હવે તમે તમારું આધારકાર્ડ 14 માર્ચ 2024 સુધીમાં અપડેટ કરાવી શકશો. UIDAI એ ફ્રી આધાર અપડેટ માટે 14 ડિસેમ્બર 2023 ની અંતિમ તારીખ નક્કી કરી હતી. ત્યારે હવે આ સમય મર્યાદામાં વધારો થતા, દેશના લાખો લોકોને રાહત મળી છે.
 
10 વર્ષ જૂનું આધાર કાર્ડ હોય તો, અપડેટ કરાવી લેજો
સરકારે તમામ આધારકાર્ડ યુઝર્સને કહ્યું છે કે, તમે તમારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો. જો કે, આને અનિવાર્ય કામની શ્રેણીમાં નથી રાખવામાં આવ્યું. એટલે એવું કહી શકાય કે, જો તમે આધાર અપડેટ નહીં કરાવો તો જૂનું આધાર માન્ય નહીં ગણાય... એવું જરાય નથી! UIDAI એ કહ્યું છે કે, તમે Myaadhar પોર્ટલ પર જઈને તમારી જાણકારી અપડેટ કરી શકો છો. આના માટે આપે જાણકારી સંબંધિત ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. 

આ સિવાય આપ ઓફલાઈન પણ આ કામ પૂરું કરી શકો છો. જો, તમે ઓનલાઈન આધાર અપડેટ કરવાની જગ્યાએ કોઈ આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરાવો છો તો આપે તેના માટે 25 રૂપીયા જેટલો ચાર્જ આપવો પડશે.