આધાર કેન્દ્રો પર વધુ ચાર્જ લેવા બદલ હવે UIDAI ફટકારશે મસમોટો દંડ... વાંચો વિગતો

આધાર સેવાઓ માટે વધુ ચાર્જ વસૂલતા ઓપરેટરને અધિકૃત કરનારા રજિસ્ટ્રાર પર UIDAI દ્વારા 50000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

Share:

હાઈલાઇટ્સ

  • UIDAI રજિસ્ટ્રેશન એજન્સીઓ માટે કડક નિયમો અને માપદંડો અપનાવે છે
  • આ પ્રક્રિયામાં કઠોર પરીક્ષા અને પરીક્ષણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે: મંત્રી

કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં જાહેરાત કરી હતી કે, આધાર સેવાઓ માટે વધુ ચાર્જ વસૂલતા ઓપરેટરને અધિકૃત કરનારા રજિસ્ટ્રાર પર UIDAI રૂ. 50,000નો દંડ લાદશે. આ સિવાય, જો કોઈ ઓપરેટર વધુ ચાર્જ લેવા બદલ દોષિત ઠરશે તો UIDAI દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવશે. કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું કે, આધાર કેન્દ્રો પર આપવામાં આવતી સેવાઓમાં બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડિટેઈલ્સનો સમાવેશ થાય છે.

આધાર કેન્દ્રોની ભૂમિકા
આધાર કેન્દ્ર બાયોમેટ્રિક ઓળખ પ્રણાલીમાં વ્યક્તિઓના નામાંકનની સાથે-સાથે તેમની વ્યક્તિગત જાણકારીને અપડેટ કરવા માટે જવાબદાર છે. યુઆઈડીએઆઈ આ ઉદ્દેશ્ય માટે રજીસ્ટ્રાર અને અને નામાંકન કેન્દ્રોના નેટવર્ક પર નિર્ભર છે.

આમાં આટલા વિભાગ સમાવિષ્ટ છે
કેન્દ્ર સરકારના વિભાગ
રાજ્ય સરકારના વિભાગ
સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમો
અનુસૂચિત બેંક
સીએસસી ઈ-ગવર્નન્સ સર્વિસીઝ ઈન્ડિયા જેવી સંસ્થાઓ
સરકારની આગેવાની હેઠળના ખાસ હેતુના વાહનો

આ કેન્દ્રોને કેવી રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે?
ચંદ્રશેખરે કહ્યું કે, UIDAI રજીસ્ટ્રેશન એજન્સિઓ માટે કડક નિયમો અને માપદંડો અપનાવે છે. ઓપરેટર UIDAI સોફ્ટવેરનો ઉપયોગ કરીને વ્યક્તિઓના આધારમાં નામાંકન કરે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ પ્રક્રિયામાં "કઠોર પરીક્ષા અને પરીક્ષણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. 

આધાર અપડેટની સમય મર્યાદા વધારાઈ
કેન્દ્રએ આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા 15 ડિસેમ્બર 2023 થી વધારીને 14 માર્ચ 2024 સુધી કરી દિધી છે. ફ્રી અપડેટની મંજૂરી માત્ર myaadhaar વેબસાઈટ પર ઓનલાઈન આપવામાં આવી છે. આધાર કેન્દ્રો પર જઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે 25 રૂપીયા જેટલો ચાર્જ લાગશે.

કેન્દ્રએ અગાઉ લોકોને નિર્દેશ આપ્યો હતો કે કોઈએ, છેલ્લા 10 વર્ષમાં આધાર પર તેમની વ્યક્તિગત માહિતી અપડેટ કરી ન હોય તો આધારકાર્ડ અપડેટ કરવું જરૂરી છે. તેમની વ્યક્તિગત માહિતીને સંભવિત આધાર-સંબંધિત છેતરપિંડીથી સુરક્ષિત રાખવા માટે આ જરૂરી હતું.

મહત્વનું છે કે, કોઈપણ ભારતીય નાગરિક માટે આધારકાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. UIDAI હવે વ્યક્તિઓને આધાર માટે નોંધણી કરાવવાની મંજૂરી આપે છે, પછી ભલે તેઓ બાયોમેટ્રિક ડેટા જેમ કે આઇરિસ સ્કેન અને ફિંગરપ્રિન્ટ્સ પ્રદાન કરવામાં અસમર્થ હોય.