UK: મોતની 40 મીનિટ બાદ જીવતી થઈ મહિલા... કહ્યા મૃત્યુ પછીના અનુભવો

ઉત્તરી યોર્કશાયરના સ્કારબોરોની રહેનારી કિર્સ્ટી બોર્ટોફ્ટ નામની બ્રિટીશ મહિલા પોતાના મૃત્યુની 40 મીનિટ બાદ જીવતી થઈ

Share:

હાઈલાઇટ્સ

  • કિર્સ્ટીએ દાવો કર્યો છે કે, મૃત્યુ બાદ તેને ગજબનો અનુભવ થયો છે.
  • મહિલાએ દાવો કર્યો છે કે, મોત બાદ મારી આત્મા પરિવારના સભ્યો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી


નિઅર ડેથ એક્સપિરીયન્સના કેસ વિશ્વભરમાં જોવા મળે છે. આમાં લોકો ચોંકાવનારી વસ્તુઓ જોયાનો દાવો કરે છે. તાજેતરમાં જ આવા વધુ એક સમાચાર સામે આવ્યા છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે માણસ પોતાના મોતની થોડી મીનિટો બાદ અચાનક જીવતો થઈ ગયો. આવો જ મામલે બ્રિટનથી સામે આવ્યો છે. બ્રિટિશ મહિલાએ પોતાના મૃત્યુ પછીના અનુભવ વિશે જણાવ્યું છે. 

રિપોર્ટ અનુસાર, ઉત્તરી યોર્કશાયરના સ્કારબોરોની રહેનારી કિર્સ્ટી બોર્ટોફ્ટ નામની બ્રિટીશ મહિલા પોતાના મૃત્યુની 40 મીનિટ બાદ જીવતી થઈ ગઈ છે. પોતાના મોત બાદ બ્રિટીશ મહિલાએ શું જોયું તેના વિશે માહિતી શેર કરી છે. કિર્સ્ટીએ દાવો કર્યો છે કે, મૃત્યુ બાદ તેને ગજબનો અનુભવ થયો છે. તેમણે 40 મીનિટમાં ઘણું જોયું પરંતુ તે બધી જ વાત યાદ નથી. પરંતુ તેને માત્ર એટલું જ યાદ છે કે, મોત બાદ ત્વચા પર કંઈક ગજબ થઈ રહ્યું હતું.  આ સિવાય પરિવારના સદસ્ય પણ કિર્સ્ટીને દુઃખી જણાતા હતા. 

બ્રિટીશ મહિલાએ દાવો કર્યો છે કે, મોત બાદ મારી આત્મા પરિવારના સભ્યો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. મહિલાએ આગળ દાવો કર્યો કે મારી આત્મા સામેના રૂમમાં હતી અને હું તેને પોતાના બાળકો અને પિતા માટે એક લિસ્ટ લખવા માટે કહી રહી હતી. આ આખી ઘટના એકદમ અજીબ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, કિર્સ્ટીને હાર્ટએટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ ગયા બાદ ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી દિધી હતી જો કે, મૃત્યુ થયાની 40 મીનિટ બાદ આ મહિલા ફરીથી જીવતી થઈ હતી. 

Tags :