કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાનઃ હાઈવે પર માર્ચ 2024 સુધીમાં GPS દ્વારા ટોલ ટેક્સ લેવાશે

માર્ચ સુધી દેશભરમાં નવી જીપીએસ-આધારિત ટોલ કલેક્શન શરૂ કરી દેવાશે

Share:

હાઈલાઇટ્સ

  • વર્ષ 2018-19 વખતે ટોલ પ્લાઝા પર વાહનોને સરેરાશ આઠ મિનિટની રાહ જોવી પડતી હતી.
  • ટોલ પ્લાઝાને હટાવવા માટે આવતા વર્ષે માર્ચ સુધીમાં GPS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ સહિતની કેટલીક નવી ટેક્નિકોને લાગુ કરી દેવામાં આવશે


કેન્દ્ર સરકાર દ્વારા રાજમાર્ગો પર લાગેલા વર્તમાન ટોલ પ્લાઝાને હટાવવા માટે આવતા વર્ષે માર્ચ સુધીમાં GPS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ સહિતની કેટલીક નવી ટેક્નિકોને લાગુ કરી દેવામાં આવશે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી છે. 

આ પહેલનું લક્ષ્ય ટ્રાફિક જામને ઓછો કરવાનું અને વાહન ચાલકો પાસેથી હાઈવે પર નક્કી કરવામાં આવેલા વાસ્તવિક અંતરથી ટોલ ટેક્સ એકત્ર કરવાનો છે. 

આ મામલે નીતિન ગડકરીએ કહ્યું, "સરકાર દેશમાં ટોલ પ્લાઝા સર્વિસને બદલવા માટે GPS-Based Toll-Tax Collection System સહિત ઘણી ટેક્નોલોજી લાવવા પર વિચાર કરી રહી છે. અમે આવતા વર્ષે માર્ચ સુધી દેશભરમાં નવી જીપીએસ-આધારિત ટોલ કલેક્શન શરૂ કરી દઈશું. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય વાહનને રોક્યા વગર ઓટોમેટિક ટોલ કલેક્શનને સક્ષમ બનાવવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ સિસ્ટમ ચલાવશે. 

વર્ષ 2018-19માં ટોલ પ્લાઝા પર વાહનોને સરેરાશ આઠ મિનિટની રાહ જોવી પડતી હતી. વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં ફાસ્ટેગ વ્યવસ્થા લાગુ થવાથી આ સમય ઘટીને ફક્ત 47 સેકન્ડ થઈ ચુક્યો છે. અમુક જગ્યાઓ પર ખાસકરીને શહેરોની પાસે વધારે વસ્તી વાળા વિસ્તારોમાં ટોલ પ્લાઝા પર વેટિંગ સમયમાં ખૂબ જ સુધાર થયો છે. છતાં વધારે ભીડના કારણે આ સમય વધી જાય છે. 

ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર આગામી લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં 1,000 કિલોમીટરથી ઓછી લંબાઈના હાઈવે પ્રોજેક્ટ્સ માટે બિલ્ડ ઑપરેટ ટ્રાન્સફર (BOT) મૉડલ પર રૂ. 1.5-2 લાખ કરોડના રોડ પ્રોજેક્ટ્સ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. “આગળ જઈને, અમે મોટે ભાગે હાઇવે બાંધકામ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvITs) મોડેલને પ્રાધાન્ય આપીશું,”