એક બાજુ રામ મંદિરની તડામાર તૈયારીઓ, તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી મદિના પહોંચ્યા

સ્મૃતિ ઈરાની ત્યાં ભારતીય યાત્રીઓને મળ્યા હતા અને તેમની વ્યવસ્થા માટે સ્થાનિક તંત્રને અપીલ કરી હતી. તેઓએ જમજમનું પાણી પણ પીધું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મદિના પહોંચ્યા હતા
  • તેઓએ અહીં મસ્જિદ એ નબવીની પણ મુલાકાત કરી
  • અબે જમજમનું પાણી પણ પીધુ, ઓહદના પહાડી વિસ્તારમાં ગયા

નવી દિલ્હીઃ સાઉદી અરબ સરકાર અને ભારત સરકાર વચ્ચે હજ યાત્રા 2024ની સમજૂતી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મદિના પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાની મદિના પહોંચાતા ત્યાં ભારતીય સમુદાયના લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ મક્કા સ્થિત કાબા બાદ મુસ્લિમ સમાજના બીજા સૌથી પવિત્ર સ્થળ મનાતા મસ્જિદ એ નબવીની મુલાકાત લીધી હતી. 

હજ ઉમરા કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા
મહત્વનું છે કે, અરબ સરકાર દ્વારા આયોજિત હજ ઉમરા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સ્મૃતિ ઈરાની ત્યાં પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, તેઓએ પહેલાં મસ્જિદ એ નબવીની મુલાકાત કરી હતી. ભારતીય યાત્રીઓએ તેમનું દિલથી સ્વાગત કર્યુ હતુ. એ પછી તેઓ ઓહદના પહાડી વિસ્તારમાં ગયા હતા. જ્યાં આખા વિશ્વમાંથી આવતા ઉમરા યાત્રીઓએ તેમનું સ્વાગત કર્યુ હતુ. તેઓએ ત્યાં ફોટા અને વીડિયો પણ ઉતાર્યા હતા. 

જમજમનું પાણી પીધું 
મસ્જિદ એ નબવી બાદ તેઓ ઈરાની મસ્જિદ કુબા ગયા હતા અને પવિત્ર જમજમનું પાણી પીધુ હતું. આ સાથે જ તેઓએ અહીં આવી રહેલાં ભારતીય હજ યાત્રીઓને યોગ્ય અને સારી સુવિધા મળે એવી પણ અપીલ કરી હતી. તેઓએ અહીં આવેલી હોટલ્સનું પણ નિરીક્ષણ કર્યુ હતુ.