યુનિવર્સિટી ઓફ બર્મિંઘમની ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાતઃ આપશે 10.52 કરોડની શિષ્યવૃત્તિ!

યુનિવર્સીટીનું લક્ષ્ય ભારતીય વિદ્યાર્થીઓને યુનિવર્સીટીમાં ભણવા માટે અને મજબૂત શિક્ષણ સાથે સમર્થન આપવાનો છે.

Share:

હાઈલાઇટ્સ

  • યુનિવર્સિટી ઓફ બર્મિંઘમ વિશ્વની ટોચની 100 યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે

બર્મિંઘમ વિશ્વવિદ્યાલયે આજે ભારતીય વિદ્યાર્થીઓ માટે £1 મિલિયનથી વધારે મૂલ્યની શિષ્યવૃત્તિની એક સિરીઝની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિના માધ્યમથી બર્મિંઘમ યુનિવર્સીટીનું લક્ષ્ય ભારતીય વિદ્યાર્થીઓને યુનિવર્સીટીમાં ભણવા માટે અને મજબૂત શિક્ષણ સાથે સમર્થન આપવાનો છે.

ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે વર્ષ 2024-25 શૈક્ષણિક વર્ષની સ્કોલરશિપને વિશિષ્ટ શૈક્ષણિક ક્ષેત્રો માટે યોગ્યતા આધારિત અને ઓટોમેટિક અવોર્ડ્સમાં વર્ગીકૃત કરવામાં આવી છે. આ ક્ષેત્રોમાં બીઝનેસ, કોમ્પ્યુટર સાયન્સ, વિજ્ઞાન, આર્ટ્સ, લો, જીઓગ્રાફી, અર્થ અને પર્યાવરણ વિજ્ઞાન સહિતના કેટલાક અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

યુનિવર્સિટી ઓફ બર્મિંઘમ વિશ્વની ટોચની 100 યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે અને યુકે યુનિવર્સિટીઓના પ્રતિષ્ઠિત રસેલ ગ્રુપના સભ્ય છે.

બર્મિંગહામ યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર પ્રોફેસર રોબિન મેસને કહ્યું: “આ શિષ્યવૃત્તિઓ આપણા વૈશ્વિક વિદ્યાર્થી સમુદાયમાં ભારતીય વિદ્યાર્થીઓનું મહત્વ અને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા બંને દર્શાવે છે. બર્મિંગહામ યુનિવર્સિટી એ ભારત સાથે લાંબા, પ્રસિદ્ધ સંબંધો ધરાવતી વૈશ્વિક નાગરિક યુનિવર્સિટી છે. અમે બર્મિંગહામમાં અમારા સુંદર ઐતિહાસિક કેમ્પસમાં ભારતીય વિદ્યાર્થીઓના આગામી સમૂહને આવકારવા આતુર છીએ.”

ભારતીય નાગરિકો યુકેમાં સૌથી મોટા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. જૂન 2023 સુધી, ભારતીયોને લગભગ 143,000 સ્ટુડન્ટ વિઝા મળ્યા છે.

ગ્લોબલ માસ્ટર્સ શિષ્યવૃત્તિ યોજના હેઠળ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક £4,000ની આઉટ સ્ટેન્ડિંગ અચિવમેન્ટ શિષ્યવૃત્તિના 20 પુરસ્કારો, અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક £2,000ના 15 પુરસ્કારો અને £2,000 ની અમર્યાદિત ઓટોમેટિક શિષ્યવૃત્તિ છે. અન્ય ઘણી શિષ્યવૃત્તિઓ છે જે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.