UPમાં 17 વર્ષના છોકરાનું તો MPમાં 22 વર્ષના યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત!

અમરોહામાં 10મા ધોરણનો વિદ્યાર્થી શનિવારે ઘરેથી ક્રિકેટ રમવા નીકળ્યો હતો. ત્યાં તેના મિત્રો સાથે ક્રિકેટ રમતા હતા ત્યારે તેણે ઠંડુ પાણી પીધું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • ચક્કર આવ્યા અને પ્રિન્સ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઢળી પડ્યો
  • મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા, તબીબોએ મૃત જાહેર કર્યો

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં એક 17 વર્ષનો છોકરો ક્રિકેટ રમ્યા બાદ તરત જ પાણી પીવાથી મૃત્યુ પામ્યો. આ ઘટના શનિવારે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હસનપુરના કાયાસ્તાનનો 10મા ધોરણનો વિદ્યાર્થી પ્રિન્સ સૈની નામનો આ છોકરો તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો.

ક્રિકેટ રમ્યા બાદ પ્રિન્સે બોટલમાં ભરેલું ઠંડું પાણી પીધું, જેના કારણે તેને ચક્કર આવી ગયા અને તે જમીન પર પડી ગયો. આ જોઈને પ્રિન્સના સાથીઓ ડરી ગયા. તેમણે તરત જ પ્રિન્સના પરિવારને જાણ કરી અને તેને ઈ-રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાંના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. કિશોરના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે પોલીસને છોકરાના માતા-પિતા તરફથી કોઈ ફરિયાદ મળી નથી.

પરિવારની હાલત ખરાબ
પ્રિન્સના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોએ પણ કોઈ કાયદાકીય કાર્યવાહી કર્યા વગર ગંગા ઘાટ પર મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો. કેટલાક લોકોનું કહેવું છે કે પ્રિન્સનું મોત ઠંડીને કારણે થયું હતું. તો કેટલાક કહી રહ્યા છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પરિવારજનોએ જણાવ્યું કે તે પ્રિન્સ નગરની એક ઇન્ટર કોલેજમાં ધોરણ 10નો વિદ્યાર્થી હતો. પ્રિન્સને વધુ બે ભાઈ-બહેનો પણ છે. હાલમાં પ્રિન્સની મૃત્યુથી ઘરમાં શોકનો માહોલ છે. માતા-પિતા પુત્રને યાદ કરીને રડી રહ્યા છે. રડવાના કારણે ભાઈ-બહેનની પણ હાલત ખરાબ છે.

યુવકના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. મામલો હસનપુર નગરના મોહલ્લા કાયસ્થાનનો છે. અહીં રહેતો રાજીવ સૈનીનો પુત્ર પ્રિન્સ શનિવારે મિત્રો સાથે સોહરકા માર્ગ સ્થિત ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં હાર્ટ એટેકના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ ક્રિકેટ અથવા કોઈ પણ ફિજિકલ એક્ટિવિટી કર્યા બાદ હાર્ટ એટેકને કારણે મોત થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

ખરગોનમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના એક ગામમાં એક 22 વર્ષીય યુવકને ક્રિકેટ મેચ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ખરગોન જિલ્લાના બલવાડા પોલીસ સ્ટેશનની હદ હેઠળના કાટકુટ ગામમાં શનિવારે સાંજે મેચમાં બોલિંગ કરતી વખતે ઈન્દલ સિંહ જાધવ બંજારા અસ્વસ્થતા અનુભવતો હતો અને ઢળી પડ્યો. હોસ્પિટલ લઈ જતાં તેને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.