UP Crime: માતાનું માથુ ધડથી અલગ કર્યુ, પછી આખા ગામમાં લઈને ફર્યો..હચમચાવી દેશે ઘટના

UP Crime: સીતાપુરના પોલીસ સુપ્રીટેન્ડન્ટ ચક્રેશ મિશ્રએ જાણકારી આપતા જણાવ્યું કે, જમીન વિવાદમાં આ શખસે આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીને નશાની હાલતમાં ઝડપી પાડ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • જમીન વિવાદમાં દીકરાએ માતાનું માથુ ધડથી અલગ કરી નાખ્યું
  • માથુ લઈને આખા ગામમાં ફર્યો, છેલ્લે પત્ની પાસે પહોંચ્યો
  • પોલીસે નશાની હાલતમાં આરોપીની ધરપકડ કરી

સીતાપુરઃ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. અહીં એક શખસે પોતાની સગી જનેતાનું માથુ ધડથી અલગ કરી નાખ્યું હતું. પછી માથુ લઈને આખા ગામમાં ફર્યો હતો. એક હાથમાં કુહાડી અને બીજા હાથમાં માતાનું કપાયેલું માથુ લઈને ફરી રહેલાં આરોપીને જોઈ આખુ ગામ ડરી ગયુ હતુ. એ પછી આરોપી માથુ લઈને પોતાની પત્ની પાસે ઘરે પહોંચ્યો હતો. ત્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો હતો. તો હત્યારો માથુ લઈને જંગલમાં ભાગી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ હતી. પછી ત્રણ કલાકની ભારે જહેમત બાદ પોલીસે આરોપીને માથા સાથે ઝડપી પાડ્યો હતો. 

જમીન વિવાદમાં હત્યા
સીતાપુરના પોલીસ સુપ્રીટેન્ડન્ટ ચક્રેશ મિશ્રએ જણાવ્યું કે, જમીન વિવાદમાં આ શખસે તેની માતાની હત્યા કરી હતી. આરોપીને નશાની હાલતમાં જ ઝડપી પાડવામાં આવ્યો છે. તાલગામના મિરજાપુરમાં રહેતા કમલા દેવી પોતાના ઘરે હતા. એ સમયે તેમનો દીકરો દિનેશ ત્યાં કુહાડી લઈને તેમની પાસે આવ્યો હતો. માતા આ વાત જાણી જતા તેઓ ત્યાંથી ભાગ્યા હતા. આરોપી દીકરાએ માતાનો પીછો કર્યો હતો. પછી થોડા આગળ જઈ તેમને પકડીને હુમલો કર્યો હતો. 

માથુ ધડથી અલગ કરી નાખ્યું 
આરોપીએ માતા પર કુહાડીના ઘા કર્યા હતા. આ સિવાય તેનું મન ન ભરાયુ તો માથુ પણ ધડથી અલગ કરી નાખ્યું હતું. એ પછી એક હાથમા કુહાડી અને બીજા હાથમાં માતાનું માથુ લઈને તે આખા ગામમાં ફર્યો હતો. એ પછી માતાનું કપાયેલું માથુ લઈને તે પોતાની પત્ની સરોજ પાસે પહોંચ્યો હતો. પત્નીએ આ વાતનો વિરોધ કર્યો તો તે માથુ લઈને જંગલ તરફ ભાગી ગયો હતો. 

સાવકા દીકરાએ કરી હત્યા 
મહત્વનું છે કે, મૃતક કમલાના બીજા લગ્ન થયા હતા. આરોપી તેનો સાવકો દીકરો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કમલાના નામે છ વીઘા જમીન છે. આ જમીન દિનેશ પોતાના નામે કરાવવા માગતો હતો. હત્યાના દિવસે પણ જમીનને લઈ વિવાદ થયો હતો.