Uttarakhand Tunnel Collapse: રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ, ડ્રિલિંગ મશીન ક્ષતિગ્રસ્ત

3 મનોચિકિત્સકોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે અને તેઓ કામદારોને કાઉન્સિલ કરી રહ્યા છે

Courtesy: Twitter

Share:

Uttarakhand Tunnel Collapse: ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના સિલ્ક્યારા પાસે ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. જોકે શુક્રવારની સાંજે ડ્રિલિંગ દરમિયાન મશીન તૂટી જવાના કારણે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. 

ત્યાર બાદ રેસ્ક્યુ ટીમ હવે કામદારોને બહાર કાઢવા માટે નવી વ્યૂહરચના અંગે વિચારણા હાથ ધરી હતી. આ બધા વચ્ચે ઉત્તરાખંડમાં ટનલ તૂટી પડવાથી (Uttarakhand Tunnel Collapse) ફસાયેલા 41 કામદારો પૈકીના 3 મજૂરોની તબિયત પણ લથડી છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી બચાવ અભિયાનની સમીક્ષા કરવા ફરી ઉત્તરકાશી પહોંચ્યા છે.


Uttarakhand Tunnel Collapse બાદ તંત્ર ખડેપગે

બીમાર કામદારો માટે ડોક્ટરે પાઈપ વડે જરૂરી દવાઓ પહોંચાડી આપી હતી. ટનલમાં ફસાયેલા 3 મજૂરોએ માથાનો દુખાવો, ઉલ્ટી અને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. કેટલાક કામદારોએ જમવાનું બંધ કરી દીધું છે અને તેઓ ખૂબ જ તણાવમાં છે. આ કારણે તાત્કાલિક 3 મનોચિકિત્સકોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે અને તેઓ કામદારોને કાઉન્સિલ કરી રહ્યા છે. 


ઓગર મશીન તૂટી ગયું

સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે જણાવ્યું હતું કે, બચાવની અનેક પદ્ધતિઓ છે. આ માત્ર એક જ રસ્તો નથી. હાલમાં, બધું બરાબર છે. ઓગર મશીન તૂટી ગયું છે. હવે એ કામ નહીં કરે. અન્ય રસ્તા શોધવામાં આવી રહ્યા છે.

બીજી તરફ કામદારોના સંબંધીઓની ધીરજ પણ ખૂટી રહી છે. ઘટના સ્થળ પર હાજર એક કામદારના સંબંધીએ જણાવ્યું હતું કે, તેઓ 9 દિવસથી ત્યાં પોતાના સ્વજનને મળવાની રાહ જોઈ રહ્યા છે. દરરોજ અધિકારીઓ કહે છે કે આજે તેઓ બહાર આવશે, ધીરજ રાખો, પરંતુ એવું થઈ રહ્યું નથી. હવે ચિંતા થઈ રહી છે.

ફસાયેલા કામદારોની ખૂબ જ નજીક પહોંચ્યા બાદ બચાવ કામગીરી અટકી પડી છે. 48-49 મીટર સુધી ડ્રિલિંગ કર્યા પછી, ઓગર મશીનની સામે એક મોટું લોખંડનું માળખું આવી ગયું હતું. ઓગર મશીનનો આગળનો ભાગ જે ટનલમાં ડ્રિલિંગ કરતી વખતે ફસાઈ ગયો હતો, હવે તેને કાપીને બહાર કાઢવામાં આવી રહ્યો છે. હવે મેન્યુઅલી પાઈપની અંદર જઈને કાટમાળ હટાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. પાઈપની અંદરનો કાટમાળ મેન્યુઅલી હટાવવા માટે દિલ્હીથી એક ટીમ ઉત્તરાખંડમાં ટનલ તૂટી પડી (Uttarakhand Tunnel Collapse) તે સ્થળે પહોંચી છે.

SJVN અને ONGCની ટીમો સિલ્ક્યારા ટનલની ઉપરની ટેકરી પર પહોંચી ગઈ છે. ડ્રિલિંગ મશીન આવતાની સાથે જ વર્ટિકલ ડ્રિલિંગનું કામ શરૂ થઈ જશે.