Uttrakand tunnel collapse: ઓગર ડ્રિલિંગ મશીનની મદદથી hફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવશે

આ ટનલ ચાર ધામ ઓલ વેધર રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે

Courtesy: Image: Twitter

Share:

 

Uttrakhand tunnel collapse: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા-ડંડાલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડવાને (Uttrakhand tunnel collapse) કારણે છેલ્લા ત્રણ દિવસથી 40 મજૂરો ફસાયેલા છે. આ મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હવે અધિકારીઓએ ઓગર ડ્રિલિંગ મશીન મંગાવ્યું છે, જે કાટમાળમાં 900 MM સ્ટીલ પાઈપ ઈન્સ્ટોલ કરશે. આ પાઈપોમાંથી ટનલમાં ફસાયેલા મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. 

 

NHIDCLના ટેક્નિકલ ડિરેક્ટર અતુલ કુમારે સોમવારે જણાવ્યું હતું કે ટનલમાંથી (Uttrakhand tunnel collapse) કાટમાળ હટાવતી વખતે ઉપરથી માટી સતત ધસી રહી છે, જેના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી છે. અમે હવે સ્ટીલની પાઈપો દ્વારા મજૂરોને બહાર કાઢવાનો પ્લાન કર્યો છે. આ ટનલ ચાર ધામ ઓલ વેધર રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે.  

 

Uttrakhand tunnel collapseમાં 900 MM સ્ટીલ પાઈપ ઈન્સ્ટોલ કરાશે 

તેમણે વધુમાં કહ્યું, "આ અંતર્ગત મજૂરો સુધી પહોંચવા માટે હાઈડ્રોલિક જેક અને ઓગર ડ્રિલિંગ મશીનની મદદથી ટનલની અંદર 900MM એટલે કે 35 ઈંચ વ્યાસની સ્ટીલની પાઈપ નાખવામાં આવશે. મશીન અને પાઈપ આવી ગયાં છે. આ ઓપરેશનમાં 24 કલાક લાગી શકે છે. આ પાઈપને હાઈડ્રોલિક જેકની મદદથી કાટમાળની અંદર નાખવામાં આવશે. આ પાઈપમાંથી મજૂરોને ટનલમાંથી (Uttrakhand tunnel collapse) બહાર કાઢવામાં આવશે."

 

આ માટે સિંચાઈ વિભાગના નિષ્ણાતો, ડિયો-ટેક્નિકલ નિષ્ણાતો અને રેલ વિકાસ નિગમના એન્જિનિયરો પણ અહીં પહોંચી ગયા છે. બીજી તરફ, ટનલમાં બચાવ અંગે એસપી અર્પણ યદુવંશીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી સતત ચાલી રહી છે. 60 મીટરના કાટમાળમાંથી 20 મીટરથી વધુ કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે. પાઈપ દ્વારા કામદારોને ઓક્સિજન, ખોરાક અને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

 

NDRF, SDRF, ITBP, BRO અને નેશનલ હાઈવેના 200થી વધુ લોકો છેલ્લા બે દિવસથી બચાવકાર્ય (Uttrakhand tunnel collapse)માં લાગેલા છે. બચાવકાર્ય જોવા આવેલા સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તમામ મજૂરો સુરક્ષિત છે, વોકી-ટોકી દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. ખોરાક અને પાણી પહોંચાડવામાં આવી રહ્યાં છે.

 

મુખ્યમંત્રીએ બચાવ કામગીરીની સમીક્ષા કરી

સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે તેમણે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. સુરંગ(Uttrakhand tunnel collapse)માં ફસાયેલા કામદારોને બચાવવા માટે જે પણ જરૂરી હશે તે અમે શક્ય તેટલી વહેલી તકે પૂરી પાડીશું. ભગવાનના આશીર્વાદ અને લોકોના પ્રયાસોથી મને વિશ્વાસ છે કે ફસાયેલા લોકો જલદીથી સુરક્ષિત બહાર આવી જશે.

 

NDRFના આસિસ્ટન્ટ કમાન્ડર કરમવીર સિંહે જણાવ્યું હતું કે આ 4.5 કિલોમીટર લાંબી અને 14 મીટર પહોળી ટનલને ટનલના શરૂઆતની પોઈન્ટથી 200 મીટર સુધી પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. જેના કારણે આ અકસ્માત થયો હતો. આશા છે કે મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવશે.