Uttrakhand: હિમવર્ષા બાદ છવાઈ બરફની ચાદર, જાણો બદ્રીનાથ-કેદારનાથ ધામના કપાટ બંધ થવાની તારીખ

મંદિરના દરવાજા બંધ થયા બાદ ભક્તો જોશીમઠના નરસિંહ મંદિરમાં ભગવાન બદ્રીનાથના દર્શન કરી શકશે શુક્રવાર સાંજથી થઈ રહેલી હિમવર્ષાના કારણે ઉત્તરાખંડ (Uttrakhand)ના બદ્રીનાથ અને કેદારનાથ ધામના ગામોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. ચારધામ યાત્રામાં ખૂબ મહત્વના એવા બદ્રીનાથ મંદિરના પરિસરમાં 2 ઈંચ સુધીના બરફના થર જામી ગયા છે. આ સાથે જ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે.

Courtesy: Image: Twitter

Share:

 

Uttrakhand: શુક્રવાર સાંજથી થઈ રહેલી હિમવર્ષાના કારણે ઉત્તરાખંડ (Uttrakhand)ના બદ્રીનાથ અને કેદારનાથ ધામના ગામોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. ચારધામ યાત્રામાં ખૂબ મહત્વના એવા બદ્રીનાથ મંદિરના પરિસરમાં 2 ઈંચ સુધીના બરફના થર જામી ગયા છે. આ સાથે જ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. 

 

ઉત્તરાખંડ (Uttrakhand) માં સ્થિત પ્રસિદ્ધ એવા બદ્રીનાથ ધામના દરવાજા આગામી 18મી નવેમ્બરથી બંધ કરી દેવામાં આવશે અને તેની સાથે જ ઉપરી ગઢવાલ હિમાલય વિસ્તારમાં આ વર્ષની ચારધામ યાત્રાનું સમાપન થશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા દરમિયાન 18મી નવેમ્બરના રોજ બપોરે 03:33 વાગ્યાથી બંધ થઈ જશે. જ્યારે કેદારનાથ ધામ 15 નવેમ્બરના રોજ ભાઈબીજના અવસર પર બંધ થશે.

Uttrakhand યાત્રાનું સમાપન

વિજયાદશમીના પવિત્ર અવસર પર બદ્રીનાથ મંદિર પરિસર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ધાર્મિક પુજારીઓ અને તીર્થયાત્રીઓની હાજરીમાં પંચાંગ ગણતરી બાદ મંદિરના કપાટ બંધ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે માટે કપાટ બંધ કરવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો હતો. 

 

મંદિર સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ સમારોહના સાક્ષી બનવા માટે ધામમાં હજારો ભક્તો હાજર હતા. મંદિરના દરવાજા બંધ થયા બાદ ભક્તો જોશીમઠના નરસિંહ મંદિરમાં ભગવાન બદ્રીનાથના દર્શન કરી શકશે, જે તેમનું શિયાળા દરમિયાનનું રોકાણ સ્થળ છે.

ચારધામના કપાટ બંધ થવાની તારીખો

- શ્રી બદ્રીનાથ ધામના દરવાજા શનિવાર, 18 નવેમ્બર, 2023ના રોજ બંધ થશે. વિજય દશમીના અવસર પર આ જાહેરાત કરવામાં આવી હતી.

- 15 નવેમ્બર, 2023ને બુધવારના રોજ ભાઈબીજના અવસરે શ્રી કેદારનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવશે.

- ભાઈબીજના અવસર પર, 15 નવેમ્બર, 2023ને બુધવારના રોજ શ્રી યમુનોત્રી ધામના દરવાજા બંધ કરવામાં આવશે.

- 14 નવેમ્બર, 2023ને મંગળવારે અન્નકૂટના દિવસે સવારે 11:45 કલાકે શ્રી ગંગોત્રી ધામના દ્વાર બંધ કરવામાં આવશે.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.

18મી નવેમ્બરે ચારધામ યાત્રાનું સમાપન થશે

ચાર ધામોમાંથી માત્ર બદ્રીનાથ મંદિરના દરવાજા બંધ કરવાની તારીખ નક્કી કરવામાં આવે છે જ્યારે અન્ય ત્રણ ધામોની તારીખ દિવાળીના તહેવાર દ્વારા નક્કી કરવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ પર ગંગોત્રી મંદિરના દરવાજા બંધ થશે, જ્યારે કેદારનાથ અને યમુનોત્રી મંદિરોના દરવાજા ભાઈબીજના તહેવાર પર બંધ થશે. 

 

આ વર્ષની ચારધામ યાત્રા પણ 18મી નવેમ્બરે બદ્રીનાથ મંદિરના દરવાજા બંધ થવાની સાથે સમાપ્ત થશે. આ વર્ષે બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. વર્તમાન યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં રેકોર્ડ 16 લાખ ભક્તોએ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા છે.

Tags :