Black Tiger: ઓરિસ્સાના સિમલીપાલમાં દેખાયો અતિ દુર્લભ કાળો વાઘ, ફોરેસ્ટ ઓફિસરે શેર કરી તસવીર

Black Tiger: ખૂબ જ રેર ગણાતો બ્લેક ટાઈગર ઓરિસ્સાના સિમલીપાલમાં જોવા મળ્યો હતો. આ એક દુર્લભ ટાઈગર છે અને લોકો પણ આ ફોટો શેર કરી રહ્યાં છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઓરિસ્સામાં જોવા મળ્યો અતિ દુર્લભ બ્લેક ટાઈગર
  • ફોરેસ્ટ વિભાગના ઓફિસરે તેની તસવીર શેર કરી
  • ભારતમાં આવા વિશિષ્ટ વાઘની સંખ્યા 10

સિમલીપાલઃ ઓરિસ્સાના સિમલીપાલમાં એક રહસ્યમય ટાઈગર જોવા મળ્યો છે. આ ટાઈગરની તસવીર ફોરેસ્ટ વિભાગના ઓફિસર પ્રવીણ કાસવાને ટ્વિટ કરીને શેર કરી છે. ઈન્ટરનેટ પર આ બ્લેક ટાઈગરનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ રહસ્યમયી ટાઈગરને કાળો ટાઈગર કહેવામાં આવી રહ્યો છે. કારણ કે તેનું શરીર કાળા રંગનું છે. જો કે, આવા પ્રકારના વિશિષ્ટ વાઘ કે ટાઈગર સિમલીપાલમાં જોવા મળે છે. તેઓ જેનેટિક મ્યુટેશનના કારણે આવા હોય છે અને અત્યંત દુર્લભ  હોય છે. 

દુર્લભ બ્લેક ટાઈગર 
સિમલીપાલના પ્રસિદ્ધ વાઘોની પહેલી પુષ્ટિ રેકોર્ડ 1993માં થઈ હતી. 21 જુલાઈ 1993ના રોજ પોદાગાડ ગામમાં યુવક સલ્કૂએ આતમરક્ષા માટે એક કાળી વાઘણને તીરથી મારી નાખી હતી. જો કે, દુર્લભ વઘો પહેલીવાર સત્તાવાર રીતે 2007માં એસટીઆરમાં જોવા મળ્યો હતો. એ પછી સમય જતા વધારે વાઘ જોવા મળ્યા હતા. તે દુર્લભ જેનેટિક મ્યુટેશનના કારણે આવા હોય છે અને નાની વસ્તીમાં રહે છે. 

આવા 10 વાઘો છે 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતમાં આવા દસેક જેટલા વાઘો છે. સિમલીપાલ અભ્યારણ્ય તેમનું ઘર માનવામાં આવે છે. ભારતમાં કુલ 10 વાઘ મળ્યા હતા અને તેઓ તમામ ઓરિસ્સાના સિમલીપાલમાં છે. કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચોબેએ રાજ્યસભાને જણાવ્યું હતું કે, મેલેનિસ્ટિક ટાઈગર માત્ર ઓરિસ્સાના સિમલીપાલ વાઘ અભ્યારણ્યમાં છે. તેઓએ કહ્યું કે, અખિલ ભારતીય વાઘ આકલનના અભ્યાસના 2022 ચક્ર મુજબ, સિમલીપાલ વાઘ અભ્યારણ્યમાં 16 વાઘ છે. જેમાંથી 10માં મેલાનિઝમ જોવા મળ્યું છે.