Video: નવી દિલ્હીથી લઈને ન્યુઝીલેન્ડ સુધી... ધામધૂમથી લોકોએ નવા વર્ષને વધાવ્યું!

નવા વર્ષની ઉજવણી કરવા ઓકલેન્ડમાં સ્કાય ટાવર પાસે હજારો લોકો એકઠા થયા હતા. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડનું મોટું શહેર છે જ્યાં નવા વર્ષ 2024નું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • મુંબઈમાં પણ અલગ-અલગ જગ્યાએ લોકોએ ધામધૂમથી New year સેલીબ્રેશન કર્યું હતું.
  • રાજધાની દિલ્હીમાં રવિવારે લોકોએ નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરી. આ દરમિયાન રાજધાનીના રસ્તાઓ પર મોટી ભીડ જોવા મળી હતી.

નવું વર્ષ 2024 શરૂ થઈ ગયું છે. રાત્રે 12 ના ટકોરે લોકોએ નવા વર્ષને ઉત્સાહભેર આવકાર્યું હતું. ભારતમાં નવી દિલ્હીથી લઈને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા તેમજ જાપાન જેવા દેશો સહિત વિશ્વભરમાં ધામધૂમથી નવા વર્ષને આવકાર આપવામાં આવ્યો. 

સૌજન્ય ANI 

નવા વર્ષની ઉજવણી કરવા ઓકલેન્ડમાં સ્કાય ટાવર પાસે હજારો લોકો એકઠા થયા હતા. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડનું મોટું શહેર છે જ્યાં નવા વર્ષ 2024નું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં અંદાજે સાડા આઠ ટન ફટાકડા બળી ગયા હતા. હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ઉપરનું આકાશ ઝળહળી ઉઠ્યું. આ ફટાકડાની તૈયારી લગભગ 15 મહિના અગાઉથી કરવામાં આવી રહી હતી. આ આતશબાજી લગભગ 12 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન ડાન્સ પણ થયો હતો.

રાજધાની દિલ્હીમાં રવિવારે લોકોએ નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરી. આ દરમિયાન રાજધાનીના રસ્તાઓ પર મોટી ભીડ જોવા મળી હતી. લોકો પાર્ક હોટલ, પબ અને પર્યટન સ્થળો પર ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. લુખ્ખાઓનો સામનો કરવા માટે, પોલીસ તેમજ અર્ધલશ્કરી દળોને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા ઈન્ડિયા ગેટ પહોંચ્યા હતા.

new year party
new year party

મુંબઈમાં પણ અલગ-અલગ જગ્યાએ લોકોએ ધામધૂમથી New year સેલીબ્રેશન કર્યું હતું. ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, ચોપાટી સહિતના વિસ્તારોમાં લોકોએ ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરી હતી. ત્યારે મુંબઈ પોલીસ પણ ખૂબજ સક્રિય હતી. મુંબઈમાં 11,000 પોલીસ કર્મચારીઓ સિવાય 2,000 અધિકારી, સહિતના જવાનો જાહેર જનતાની સુરક્ષા માટે ખડેપગે રહ્યા હતા.