Video: બિહારમાં ઓવરબ્રિજ નીચેે ફસાયું પ્લેન, સોશિયલ મીડિયા પર લોકોએ ધરાઈને શેર કર્યો વિડીયો!

આસપાસના લોકોની ભીડ અહીંયા એકત્ર થઈ ગઈ હતી. પ્લેનની બોડી ફસાઈ જતા આશરે 2 કલાક સુધી ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • કબાડમાં પ્લેનની બોડી ટ્રક પર લોડ કરવામાં આવી હતી
  • ટ્રક મુંબઈથી અસમ જઈ રહ્યો હતો. પિપરાકોઠી ઓવરબ્રિજ નીચે ટ્રક ફસાઈ ગઈ હતી

બિહારના મોતિહારીમાં નેશનલ હાઈવે સ્થિત પિપરાકોઠી ઓવરબ્રીજ નીચે એક પ્લેનની બોડી ફસાઈ ગઈ હતી. પ્લેનની બોડી જેવી જ બ્રિજ નીચે ફસાઈ તો તુરંત જ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકોની ભીડ અહીંયા એકત્ર થઈ ગઈ હતી. પ્લેનની બોડી ફસાઈ જતા આશરે 2 કલાક સુધી ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. આનાથી ત્યાંથી આવતા-જતા લોકોને ખૂબજ તકલીફ પડી હતી. ઓવરબ્રીજની નીચે પ્લેનની બોડી ફસાયા બાદ સ્થાનિક પ્રશાસને ત્યાં પહોંચવું પડ્યું. 

 

સૂચના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમ બ્રિજ નીચે ફસાયેલા પ્લેનને કાઢવાના કામમાં લાગી ગઈ હતી. પ્લેનની આ બોડી મુંબઈથી અસમ જઈ રહી હતી. બોડી ટ્રક પર લોડ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્લેનની બોડી લઈને પૂર્વી ચંપારણ જિલ્લાના NH-28 સ્થિત ઓવરબ્રિજ નીચે પહોંચ્યા તો ત્યાં બોડી ફસાઈ ગઈ હતી. 

આ આખા ઘટનાક્રમ દરમિયાન આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને વિડીયો બનાવવા લાગ્યા હતા. લોકોનું કહેવું છે કે, પ્લેનનો ઉપરી ભાગ ઓવરબ્રિજથી ટકરાઈને ફસાઈ ગયો. ચાલકને ઉંચાઈનો અંદાજો નહીં લાગ્યો હોય અને તેણે ટ્રકને પુલની નીચે ઘુસાડી દિધી. આ જ ચક્કરમાં પૂલ પાર કરતા સમયે પ્લેનની બોડીનો ઉપરી ભાગ બ્રીજમાં ફસાઈ ગયો. તંત્ર દ્વારા ખૂબજ પ્રયત્નો કરવામાં આવ્યા બાદ ટ્રકની ટાયરની હવા કાઢવામાં આવી અને બાદમાં ટ્રકને ત્યાંથી પસાર કરવામાં આવ્યો. 

આ મામલે પીપરાકોઠી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનોજકુમાર સિંહે જણાવ્યું કે, કબાડમાં પ્લેનની બોડી ટ્રક પર લોડ કરવામાં આવી હતી. ટ્રક મુંબઈથી અસમ જઈ રહ્યો હતો. પિપરાકોઠી ઓવરબ્રિજ નીચે ટ્રક ફસાઈ ગઈ હતી. ટ્રકના તમામ ટાયરની હવા કાઢ્યા બાદ ટ્રક ત્યાંથી જઈ શકી હતી.

Tags :