Viksit Bharat Sankalp Yatra : અંબાજીના ચીખલા ગામ ખાતેથી CMના હસ્તે યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ

10 હજારથી વધુ વસ્તી ધરાવતા 13848 સ્થળો આવરી લેવાય તે રીતે યોજનાકીય માહિતી સાથેના આધુનિક રથ ભ્રમણ કરશે

Courtesy: Image: Twitter

Share:

 

Viksit Bharat Sankalp Yatra : બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી યાત્રાધામ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા (Viksit Bharat Sankalp Yatra)નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 

 

અંબાજીના ચીખલા ગામ ખાતેથી શરૂ કરવામાં આવેલી આ રથયાત્રા અંતર્ગત 8 રથ ગુજરાતમાં ફરશે અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓને વર્ણવશે. જનજાતી ગૌરવ દિવસના રોજ આ રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તે પહેલા અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી.

ચીખલાથી Viksit Bharat Sankalp Yatraનો આરંભ

 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આઝાદીની લડાઈમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન આપ્યું છે. ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મગાવવી પડતી હવે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારત ઉત્પાદન કરે છે તથા અનેક વસ્તુઓની નિકાસ ભારત કરે છે.

 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી પહોંચ્યા બાદ મા અંબાના દર્શન કરીને ચીખલા ખાતે જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા (Viksit Bharat Sankalp Yatra)નો પ્રારંભ કરાવ્યો હતો.

 

ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેની પૂણ્યતિથિ છે. સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. નવા વર્ષની શરૂઆત આદિવાસી વિસ્તારથી કરી રહ્યા છીએ. મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવવાનું સૌભાગ્ય મળ્યું છે. ભગવાન બિરસા મુંડાની આજે જન્મજયંતી છે. આ દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

 

તેમણે ભારતની સિદ્ધિ ગણાવતા કહ્યું હતું કે, આપણે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, કોટનના કાપડની નિકાસ કરીએ છીએ. સ્માર્ટ ફોનનું ઉત્પાદન ભારતમાં થાય છે. સેમિકંડક્ટર ચીપનું ઉત્પાદન ભારતમાં થવાનું છે. વડાપ્રધાને દૂરંદેશી દાખવીને સેમિકંડક્ટર ચીપના ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે. 

દેશના 75 જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન સરકારની વિવિધ યોજનાઓના લાભથી એક પણ લાભાર્થી છૂટી ના જાય એ સંકલ્પ સાથે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમ જ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા (Viksit Bharat Sankalp Yatra)નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. 

 

તે અંતર્ગત યોજનાકીય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથો ગામેગામ ભ્રમણ કરશે. 10 હજારથી વધુ વસ્તી ધરાવતા 13848 સ્થળો આવરી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ત્રણ પ્રધાન સહિત વિવિઘ સાંસદો અને ધારાસભ્યો જોડાયા છે. દેશના 75 જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.