Uttar Pradesh: એક તરફ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, બીજી બાજુ કોર્પોરેટરોની લાતમ્- લાત

કોર્પોરેશનના સભ્યોએ એકબીજા પર મનમૂકીને લાફાવાળી અને મુક્કાવાળી કરી. બેઠકમાં ઉપસ્થિત અન્યલોકોએ પોતાના બચાવ માટે મેજ ઉઠાવવી પડી. 

Share:

હાઈલાઇટ્સ

  • હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક સભ્યએ ખુરશી પર ચઢીને બીજા સભ્યની ઉપર કૂદવાના પ્રયાસ કર્યા હતા
  • આ બેઠકમાં નગરપાલિકા અધ્યક્ષ અરવિંદ સંગલ અને વિધાનસભ્ય પ્રસન્ન ચૌધરી પણ હાજર હતા. તેમની સામે કાર્યકર્તાઓ એકમેક સામે મારામારી કરી હતી. 

ઉત્તર પ્રદેશના શામલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં ટપલીદાવ થયાની ઘટના સામે આવી છે. નગરપાલીકા પરિષદના કેટલાક સભ્યો એક બેઠક દરમિયાન એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. આ લોકોની મારામારીનો એક વિડીયો પણ સામે આવ્યો છે. કોર્પોરેશનના સભ્યોએ એકબીજા પર મનમૂકીને લાફાવાળી અને મુક્કાવાળી કરી. બેઠકમાં ઉપસ્થિત અન્યલોકોએ પોતાના બચાવ માટે મેજ ઉઠાવવી પડી. 

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક સભ્યએ ખુરશી પર ચઢીને બીજા સભ્યની ઉપર કૂદવાના પ્રયાસ કર્યા હતા. આ ચોંકાવનારી ઘટના શામલી નગરપાલિકા પરિષદની બોર્ડ બેઠકમાં થઈ હતી.  આ બેઠકમાં નગરપાલિકા અધ્યક્ષ અરવિંદ સંગલ અને વિધાનસભ્ય પ્રસન્ન ચૌધરી પણ હાજર હતા. તેમની સામે કાર્યકર્તાઓ એકમેક સામે મારામારી કરી હતી. 

આ સંપૂર્ણ ઘટના વિડિયોમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ જતાં વિપક્ષને કાઉન્ટર કરવાની એક તક મળી ગઈ હતી. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે X પર વિડિયો શેર કરતાં ભાજપ પર સીધો હુમલો કર્યો હતો. તેમણે ભાજપને ટોણો માર્યો હતો કે જ્યારે વિકાસ કાર્ય થયું જ નથી તો સમીક્ષા બેઠકમાં બીજું શું થાય? શામલીમાં સભ્યો વચ્ચે શારીરિક પ્રહારોનું આદાનપ્રદાન થયું હતું.