Visakhapatnam Fishing Harbour Fire : બંદર પર ભીષણ આગ, 40 માછીમારી બોટ બળીને રાખ

આગને કારણે અંદાજિત 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું

Courtesy: Image: Twitter

Share:

 

Visakhapatnam Fishing Harbor Fire: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થિત ફિશિંગ બંદરમાં સોમવારે (20 નવેમ્બર) એક મોટી દુર્ઘટના બની હતી. અહીંના ફિશિંગ બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદર પર પાર્ક કરેલી 35 યાંત્રિક ફિશિંગ બોટ બળીને રાખ થઈ ગઈ હતી. 

 

આગ રવિવારે મોડી રાત્રે શરૂ થઈ હતી, જે સોમવારે વહેલી સવાર સુધી ચાલુ રહી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બોટ સળગતી જોઈ શકાય છે.

મોટાભાગની બોટો લાકડાની

 

આગ લાગ્યા બાદ બંદર પર હાજર સ્થાનિક માછીમારોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. માછીમારોએ જણાવ્યું હતું કે આગ એક બોટમાંથી શરૂ થઈ હતી, જે ટૂંક સમયમાં અન્ય બોટમાં ફેલાઈ ગઈ હતી. 

 

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કારણ કે જે બોટમાં આગ લાગી (Visakhapatnam Fishing Harbor Fire) હતી તેની આસપાસ અન્ય બોટ લાંગરવામાં આવી હતી. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. મોટાભાગની બોટો લાકડાની હતી અથવા તો તેમાં પ્લાસ્ટિક હતી જેના કારણે આગ વધુ ફેલાઈ હતી.

માછીમારોને આ શંકા 

 

માછીમારોને શંકા છે કે કેટલાક ગુનેગારોએ બોટને આગ લગાવી છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે બોટમાં કોઈ પક્ષ દ્વારા આગ લગાવવામાં આવી હતી, જેમાં અંદાજિત 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આગ લાગવાનું કારણ શું છે?

 

વાસ્તવમાં આ આગની ઘટના (Visakhapatnam Fishing Harbor Fire)  પાછળ એલપીજી સિલિન્ડરનો હાથ છે. બોટમાં રાખવામાં આવેલા એલપીજી સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

 

સિલિન્ડર ફાટવાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. સિલિન્ડરના વિસ્ફોટ પછી, આગ શરૂ થઈ, જેણે 35 બોટને થોડી જ વારમાં નાશ કરી દીધી. જો કે, એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ કયા કારણોસર થયો તે સમજવાના પ્રયાસો ચાલુ છે.

દરેક બોટની કિંમત 40 લાખ રૂપિયા 

 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કે આનંદ રેડ્ડીએ જણાવ્યું છે કે આગ પર કાબૂ મેળવવા માટે ચારથી વધુ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. 

 

માછીમારોએ જણાવ્યું હતું કે આગને કારણે 40 થી વધુ ફિશિંગ બોટને નુકસાન થયું છે. દરેક બોટની કિંમત ઓછામાં ઓછી 40 લાખ રૂપિયા હતી. પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ તેઓ આગનું ચોક્કસ કારણ શોધી કાઢશે.