શું અશુભ દિવસે થયા હતા ભગવાન સીતાારામના લગ્ન? જાણો કેટલીક અજાણી વાતો

જો કે, આપ એ જાણીને ચોંકી જશો કે આજે પણ મીથિલામાં માતા-સીતાના જીવનને લઈને લોકો ઉદાસી વ્યક્ત કરે છે. ભલે ભગવાન રામ અને માતા સીતાજીને લોકો પૂજે છે પરંતુ તેમના લગ્નને મીથિલાના લોકો અશુભ માને છે. એ જ દિવસે ભારત અને નેપાળની ખૂબજ મોટી આબાદી લગ્ન પંચમીના દિવસે પોતાના બાળકોના લગ્ન નથી કરતા. તો આજે અમે આપને આ પ્રથા વિશે જણાવીશું. 

Share:

ભગવાન રામ 500 વર્ષ બાદ ઘર વાપસી કરી રહ્યા છે. રામાયણના પ્રસંગો વિશે મોટાભાગના લોકો જાણતા હશે. ત્રેતા યુગમાં આખા મીથિલા પ્રદેશમાં અકાલ પડ્યો હતો જે માતા સીતાના જન્મ બાદ ખતમ થઈ ગયો હતો. એટલા માટે વૈદેહી આખા રાજ્યના માનીતા હતા. મીથિલાની લોક કથાઓમાં આજે પણ માતા સીતા અને ભગવાન રામના લગ્નનો ઉલ્લેખ થાય છે. 

જો કે, આપ એ જાણીને ચોંકી જશો કે આજે પણ મીથિલામાં માતા-સીતાના જીવનને લઈને લોકો ઉદાસી વ્યક્ત કરે છે. ભલે ભગવાન રામ અને માતા સીતાજીને લોકો પૂજે છે પરંતુ તેમના લગ્નને મીથિલાના લોકો અશુભ માને છે. એ જ દિવસે ભારત અને નેપાળની ખૂબજ મોટી આબાદી લગ્ન પંચમીના દિવસે પોતાના બાળકોના લગ્ન નથી કરતા. તો આજે અમે આપને આ પ્રથા વિશે જણાવીશું. 

સીતારામના લગ્ન અશુભ દિવસે થયા હતા?
વાલ્મીકિ રામાયણ અને રામચરિતમાનસ અનુસાર, મિથિલા પ્રદેશ (બિહારનો ઉત્તરીય પ્રદેશ અને નેપાળનો કેટલોક દક્ષિણ ભાગ) રાજા જનકનું રાજ્ય હતું. આજે પણ તે વિસ્તારમાં ભગવાન રામને જમાઈ અને માતા સીતાને પુત્રી માનવામાં આવે છે. આજે પણ લોકો જ્યારે પણ લગ્ન કરે છે ત્યારે તેમને ભગવાન રામ અને સીતા જેવા વર-કન્યા જોઈએ છે, પરંતુ તેઓ વિવાહ પંચમીના દિવસને લગ્ન માટે અશુભ માને છે. મિથિલાના લોકોનું માનવું છે કે ભગવાન રામના જીવનમાં ઘણું દુઃખ હતું અને વૈવાહિક સંબંધો ખરાબ હતા.

આચાર્ય પંડિત મુકેશ મિશ્રા મિથિલા પ્રદેશમાં અનુષ્ઠાન કરે છે.તેમનું કહેવું છે કે મિથિલા પ્રદેશના લોકો ભગવાન રામના લગ્નને અશુભ માને છે. કારણ કે લગ્ન પછી ભગવાન રામના જીવનમાં જે રીતે અસ્થિરતા આવી હતી તે બધાની સામે છે. સીતાને ભોગવવું પડ્યું, તેની સાથે તેની બહેનો અને રાજા જનકને પણ ભોગવવું પડ્યું. જરા વિચારો, જો કોઈ પરિવારનો દીકરો વનવાસ પસાર કરી રહ્યો હોય અને તે પણ કોઈ ભૂલ વગર, તેની સાથે કોઈની દીકરી પણ દુઃખી થઈ રહી હોય. આચાર્ય કહે છે કે સીતાની અન્ય ત્રણ બહેનો ઉર્મિલા (લક્ષ્મણની પત્ની), માંડવી (ભરતની પત્ની), શ્રુતકીર્તિ (શત્રુઘ્નની પત્ની) સાથે પણ આવું જ બન્યું હતું. ઉર્મિલા 14 વર્ષ સુધી ઊંઘતી રહી. ચારેયના લગ્ન માત્ર એક જ દિવસમાં થયા હતા.
 

Tags :