Amrit Bharat Express: એક કલાકમાં 130 કિમીની ઝડપે દોડતી અત્યાધુનિક ટ્રેન

પીએમ મોદીના હસ્તે અમૃત ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારે રેલવે મંત્રીએ ટ્રેનમાં બેસીને તેનું નિરીક્ષણ કર્યુ હતુ અને એની ખાસિયતો વિશે જણાવ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • અમૃત ભારત એક્સપ્રેસ વંદે ભારત ટ્રેન જેવી જ હશે
  • આમાં કુલ 22 કોચ છે, 8 સેકન્ડ ક્લાસ કોચ હશે
  • અયોધ્યાથી દરભંગા વચ્ચે 30 ડિસેમ્બરથી દોડશે

Amrit Bharat Express: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિરીક્ષણ કર્યુ હતુ. જે બાદ તેઓએ એક વીડિયો પણ એક્સ પર શેર કર્યો છે. આ ટ્રેનની ખાસિયત વિશે તેઓએ માહિતી આપી હતી. તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની ખાસિયત અને ટેકનોલોજી વિશે જણાવ્યું છે. થોડા સમય પહેલાં તેઓએ એક્સ પર એક પોસ્ટ મૂકી હતી અને તેમાં તેઓ ટ્રેનનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેઓએ એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું કે, અમૃત કાલ કી અમૃત ટ્રેન. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 30 ડિસેમ્બરના રોજ અયોધ્યાથી દરભંગા માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. 

ટ્રેનનું ટ્રયલ રન થયુ 


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પર પોસ્ટ શેર કરીને ટ્રેનની ખાસિયત વિશે જણાવ્યું છે. તેઓએ કહ્યું કે, આ ટ્રેન ખૂબ જ સારી છે અને મુસાફરોની સુવિધાઓનું પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. ટોયલેટનું નિર્માણ પણ આધુનિક રીતે કરવામાં આવ્યું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, પાણીનો જરાય બગાડ ન થાય. અમૃત ભારત એક્સપ્રેસનું ટ્રાયલ પણ ખૂબ જ સારી રીતે થયું હતું. આ ટ્રેનને પીએમ મોદી આગામી 30 ડિસેમ્બરના રોજ રવાના કરશે. જેનાથી ભગવાન રામ-સીતાનું કનેક્શન સીધું થઈ જશે. અમૃત ભારત ટ્રેન પુશ પુલ ટેકનોલોજીથી ચાલે છે, જેના કારણે તેની સ્પીડ પણ વધારે છે. 

130 KMPHની ઝડપે દોડશે 
અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ એટલી બધી છે કે, જો તે દિલ્હીથી કોલકત્તા માટે દોડે તો બે કલાકનો સમય બચી શકે છે. મહત્વનું છે કે, પહેલી અમૃત ભારત ટ્રેન યુપીના અયોધ્યાથી બિહારના દરભંગા સુધી દોડશે. જ્યારે બીજી ટ્રેન બેંગાલુરુથી માલદા વચ્ચે દોડશે. શરુઆતમાં દોડનારી બંને અમૃત ભારત એક્સપ્રેસ નોન એસી છે. જે રીતે વંદે ભારતમાં મુસાફરોને સુવિધા મળી હતી એવી જ સુવિધા આ ટ્રેનમાં પણ મળશે. આ ટ્રેનમાં કુલ 22 કોચ હશે. જેમાં 8 સેકન્ડ ક્લાસ કોચ અને 12 સેકન્ડ ક્લાસ થ્રી ટાયર સ્લીપર કોચ હશે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની કોચ ફેક્ટરીમાં થયુ છે.