Parliament Security Breach: સંસદની સુરક્ષા ભંગ પાછળ શું યોજના હતી? થયો ચોંકાવનારો ખુલાસો

Parliament Security Breach: ગયા બુધવારે સસંદમાં બે શખ્સોએ ભારે આતંક મચાવ્યો હતો. ત્યારે આ કેસમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને ચોંકાવનારો ખુલાસો થયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • સંસદની સુરક્ષામાં ભંગનો કેસ, વધુ એક આરોપી ઝડપાયો
  • મૈસૂરમાં મીટિંગ કરી આ યોજના બનાવી હતી, સંસદની સુરક્ષા ભંગ કરી
  • સાત આરોપીઓએ સંસદની સુરક્ષા ભંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો

નવી દિલ્હીઃ 13 ડિસેમ્બર બુધવારના રોજ લોકસભામાં કાર્યવાહી દરમિયાન કેટલાંક શખસોએ સંસદની સુરક્ષા ભંગ કરી હતી. જે બાદ ભવનમાં અફરા તફરી મચી ગઈ હતી. લોકસભાના સ્પીકરે આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, ગુપ્તચર એજન્સીઓને આ વાતની બાતમી હોવા છતા પણ આ ઘટના કેવી રીતે બની. જો કે, તપાસમાં કેટલાંક ચોંકાવનારા ખુલાસા થયા છે. શા માટે અને કેવી રીતે આ પ્લાન બનાવવામાં આવ્યો હતો એનો જોરદાર ખુલાસો થયો છે. 

શું હતી ઘટના?
ગયા બુધવારે સંસદની સુરક્ષા તોડીને બે શખસો અંદર ઘુસી ગયા હતા અને આતંક મચાવ્યો હતો. જે બાદ ભવનમાં અફરાતફરી મચી હતી. આ બંને શખસોએ પીળો સ્પ્રે પણ કર્યો હતો. જો કે, સંસદમાં ભારે ઉત્પાત મચાવ્યા બાદ બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને યુવકોને જોરદાર માર મારીને સુરક્ષાકર્મીઓને સોંપી દેવામાં આવ્યા હતા. 

તપાસમાં શું ખુલાસો થયો?
ઝડપાયેલા બંને આરોપીઓના નામ નીલમ અને અમોલ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બંને આરોપીઓ ગુરુગ્રામમાં રોકાયા હતા. એ પછી આ યોજના બનાવવામાં આવી હતી. એ પછી નક્કી કરેલા દિવસે દર્શક બનીને તેઓ સંસદમાં પ્રવેશ્યા હતા. પછી સંસદની અંદર ઘૂસીને આતંક મચાવ્યો હતો અને પીળા રંગનો સ્પ્રે પણ છોડ્યો હતો. જો કે, આ કેસમાં માસ્ટરમાઈન્ડની પોલીસે નવી દિલ્હીમાંથી ધરપકડ કરી છે. 

મૈસૂરમાં થઈ હતી પહેલી મીટિંગ 
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, કથિત રીતે સાત લોકોએ આ પ્લાન બનાવ્યો હતો. તેઓની પહેલી મીટિંગ મૈસૂરમાં થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 2022માં આ ગેંગના માસ્ટરમાઈન્ડ લલિત ઝા અને સાગર શર્મા અને મનોરંજન ડીની પહેલી મુલાકાત કર્ણાટકના મૈસૂરમાં થઈ હતી. આ લોકોએ દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે સંસદમાં ઘુસવાની યોજના બનાવી હતી.