ginger: “તાજુ આદુ” કે “સૂકુ આદુ”... સ્વાસ્થ્ય માટે કયું વધુ છે ફાયદાકારક?

સૂકુ આદુ અને તાજુ આદુ ઈન્ફેક્શનના લક્ષણોમાં રાહત આપે છે

Courtesy: Pexels

Share:

Ginger: આદુ (ginger)એ ભોજન બનાવવામાં એક લોકપ્રિય સામગ્રી છે. તેનો સ્વાદ તીખો હોય છે. તે પોતાના ઔષધીય ગુણો માટે પણ જાણીતુ છે જેમ કે પાચન સંબંધિત સમસ્યાઓ અને શરદી અને ઉધરસ જેવા સામાન્ય મોસમી ફલૂના લક્ષણોમાં રાહત આપે છે. સૂકુ આદુ અને તાજુ આદુ બંને ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે.

 

તાજુ આદુ

તાજા આદુને કોઈ પણ પ્રકારે સૂકવવા કે પ્રક્રિયા કરવામાં આવી નથી. તેની સ્કિન સામાન્ય ભૂરી અને રેશેદાર બનાવટવાળી હોય છે. તાજા આદુમાં તેજ સ્વાદ અને સુગંધ હોય છે, જે તેને ઘણા વ્યંજનોમાં એક જરૂરી ઘટક બનાવે છે, ખાસ કરીને એશિયાઈ વ્યંજનોમાં. તેનો ઉપયોગ સામાન્ય રીતે આદુ (ginger)ની ચા બનાવવા કે તેના સ્વાસ્થ્ય લાભો માટે સ્મૂધીમાં પણ કરવામાં આવે છે.

 

સૂકુ આદુ

બીજી તરફ સૂકુ આદુ (ginger) કે પીસેલુ આદુ, તાજા આદુને સૂકવીને અને પીસીને બારીક પાઉડર બનાવીને બનાવવામાં આવે છે. તેને સૂંઠ તરીકે ઓળખવામાં આવે છે. તાજા આદુની તુલનામાં તેમાં સામાન્ય પીળો રંગ અને વધુ સ્વાદ હોય છે. સૂંઠનો ઉપયોગ ભોજન બનાવવા અને બેકિંગમાં મસાલા તરીકે કરવામાં આવે છે. 

 

તાજા gingerના ફાયદા શું છે?

1. ઉબકા વિરોધી ગુણ

તાજા આદુ તેના ઉબકા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. તેનો વારંવાર ઉપયોગ મોશન સિકનેસ, સગર્ભાવસ્થા દરમિયાન આવતા ઉબકાને દૂર કરવા માટે થાય છે. તાજા આદુનો નાનો ટુકડો ચાવવાથી અથવા આદુ (ginger)ની ચા બનાવવી અસરકારક સાબિત થઈ શકે છે. 

2. પાચનમાં સુધારો

તાજા આદુમાં એન્જાઈમ હોય છે જે પાચનમાં મદદ કરે છે અને સોજો, ગેસ અને કબજિયાતમાંથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે.

3. રોગ પ્રતિકારક શક્તિને વધારે છે

તાજા આદુ (ginger)માં એન્ટીઓક્સિડેન્ટનું ઉચ્ચ સ્તર રોગ પ્રતિકારક શક્તિને વધારવા અને બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે.

4. માસિક ધર્મના દુખાવાને ઘટાડે છે

તાજા આદુ (ginger)નું સેવન માસિક ધર્મના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે.

સૂકા આદુના ફાયદા શું છે?

1. શરદી અને ફ્લૂના લક્ષણોથી રાહત આપે છે

ગળાની ખારાશ અને ખાંસીમાં આરામ માટે સૂકા આદુ (ginger)નો ઉપયોગ ઘણી વખત આદુની ચા બનાવવા માટે કરવામાં આવે છે.

2. વજન ઘટાડવામાં મદદરૂપ છે 

સૂંઠમાં હાજર ફાઈબર કેલેરી સેવનને ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. સૂંઠ ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

3. દુખાવાથી રાહત આપે છે

સૂંઠ માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને માસિક ધર્મના દુખાવા માટે એક લોકપ્રિય ઉપાય છે.