JN.1 કોવિડના વધુ 19 સિક્વન્સ મળ્યા, WHOએ JN.1ને 'વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ' જાહેર કર્યો

કોરોનાના નવા સબ વેરિયન્ટની કેરળમાં એન્ટ્રી થઈ ચૂકી છે. સાથે જ એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, ગુજરાતના ગાંધીનગરમાં પણ બે કેસ નોંધાયા છે. ત્યારે આ નવા સબ વેરિયન્ટે ચિંતા વધારી છે. વધુ 19 સિક્વન્સ પણ મળ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • WHOએ કોરોનાના નવા સબ વેરિયયન્ટને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ જારી કર્યો
  • જો કે, આ વાયરસ કેટલો ગંભીર છે અને તે શું અસર થાય એ પણ જણાવ્યું
  • કેરળમાંથી સામે આવ્યો હતો પહેલો કેસ, ગાંધીનગરમાં બેને થયાની શંકા

નવી દિલ્હી/જીનીવાઃ કોરોના વાયરસ ફરીથી એકવાર દેશને બાનમાં લેવા જઈ રહ્યો છે. કેરળમાં કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1ના બે કેસ સામે આવ્યા બાદ ગુજરાતમાંથી પણ બે કેસ પોઝિટિવ આવ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જે બાદ કેન્દ્ર સરકારના વિભાગે તમામ રાજ્યોના આ મુદ્દે દેખરેખ રાખવા અને રિપોર્ટ આપવા કહ્યું છે. આ સિવાય સરકારે એક એડવાઈઝરી પણ જારી કરી છે. ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે WHOએ કોરોનાના આ નવા સબ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટમાં સામેલ કર્યો છે. જો કે, WHOએ એવું પણ કહ્યું કે, આનાથી સ્વાસ્થ્યને વધારે ખતરો નથી. બીજી તરફ, કેન્દ્ર સરકારની પ્રયોગશાળાઓના ફોરમને BA.2.86 વંશજ JN.1ની 19 સિક્વન્સ મળી છે. જે મહારાષ્ટ્રમાંથી એક અને ગોવામાંથી 18 મળ્યા છે.  

વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ 
WHOએ કહ્યું કે, કોરોનાના નવા આ સબ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. જો તે ગંભીર નથી. હાલની વેક્સિન કોરોના અને જેએન1 સામે લડવા માટે સક્ષમ છે. આનાથી થતી બીમારીઓ સામે રક્ષા આપી શકે એમ છે. WHOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ પોસ્ટ કરી છે કે, ડોક્ટર મારિયા વાન કેરખોવએ કોવિડ 19 અને જેએન1ની હાલની સ્થિતિ વિશે વાત કરી છે. WHO પણ તેના પર નજર રાખી રહ્યું છે. આ સમયગાળામાં તમારું અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે સૂચનાઓનું પાલન કરો. 

કેરળમાં પહેલો કેસ 
8 ડિસેમ્બરના રોજ કેરળમાં પ્રથમ કેસ નોંધાયો હતો. કોરોનાના નવા સબ વેરિયન્ટનો કેસ કેરળમાંથી સામે આવ્યો હતો. 79 વર્ષીય એક વૃદ્ધ મહિલા આનાથી સંક્રમિત થયા હતા. એ પછી પાડોશી રાજ્યો પણ અલર્ટ થઈ ગયા હતા. બાદમાં 18 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આ મામલે અલર્ટ રહેવા, રિપોર્ટ સોંપવા અને નજર રાખવા માટે કહ્યું હતું. તમામ કીટો પણ તૈયાર રાખવા માટે કહ્યું છે. 

ગાંધીનગરમાં સામે આવ્યા બે કેસ 
મહત્વનું છે કે, ગુજરાતના ગાંધીનગરમાંથી પણ બે કેસ સામે આવ્યા છે. એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, બે બહેનો દક્ષિણ ભારત ફરીને ગાંધીનગર પરત ફરી હતી. તેમને નવા વેરિયન્ટની શંકા છે. ત્યારે હવે આ બંને કેસ સામે આવતા ગુજરાતમાં પણ લોકોની ચિંતા વધી છે. હવે કેટલાંક લોકો ફરીથી સ્વાસ્થ્ય સંબંધિત સલાહો પાળી રહ્યાં છે.