નવી દિલ્હીઃ પેરિસની પાસે વાટ્રી એરપોર્ટ પર ગયા ગુરુવારે એક પ્લેનને માનવ તસ્કરીની શંકામાં રોકવામાં આવ્યું હતું. જેમાં 303 ભારતીય પેસેન્જર્સ હતા. માનવ તસ્કરીની શંકામાં આ પ્લેન રોકવામાં આવ્યુ હતું. જે બાદ આજે સવારે તે મુંબઈ પહોંચ્યું હતું. જો કે, રોમાનિયાનું આ વિમાન માત્ર 276 પેસેન્જર્સને જ લઈ ભારત આવ્યું હતું. એક અધિકારીએ કહ્યું કે, એરબેઝ એ340 સવારે ચાર વાગે મુંબઈમાં લેન્ડ થયુ હતુ. તેણે ગઈ બપોરે અઢી વાગે વાટ્રી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
276 યાત્રી લઈને મુંબઈ પહોંચ્યું
ફ્રાંસના અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યારે વિમાને મુંબઈ માટે ઉડાન ભરી તો તેમાં 276 પેસેન્જર્સ સવાર હતા. જ્યારે બે સગીર સહિત 25 લોકોએ શરણ માટે આવેદન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ તેઓ ફ્રાંસમાં જ રોકાઈ ગયા હતા. જ્યારે બે અન્ય લોકોની અટકાયત કરીને તેમને જજ સામે રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે વિમાન લેન્ડ થયુ ત્યારે તેમાં 303 પેસેન્જર્સ અને 11 સગીર હતા. અહીં પેસેન્જર્સ માટે તમામ સુવિધાઓ કરવામાં આવી હતી. તેમને રહેવા અને જમવા સહિતની સુવિધા કરી આપવામાં આવી હતી.
માનવ તસ્કરીની શંક
સંયુક્ત અરબ અમીરાતના દુબીથી 303 પેસેન્જર્સને લઈને નિકારાગુઆ જતી ફ્લાઈટ માનવ તસ્કરીની શંકામાં ફ્રાંસમાં રોકવામાં આવી હતી. પેરિસથી 150 કિમી દૂર વૈટ્રી એરપોર્ટ પર તેને રોકવામાં આવી હતી. ચાર લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પ્લેન ઈંધણ ભરાવવા માટે એરપોર્ટ પર ઉતર્યુ અને ત્યારે તેને રોકવામાં આવ્યું હતું. એ પછી ચાર દિવસની તપાસ બાદ આજે આ પ્લેન મુંબઈ પરત ફર્યુ હતુ. જેમાં હાલ 276 યાત્રીઓ છે. જ્યારે અન્ય યાત્રીઓએ ત્યાં શરણાર્થીની અરજી આપી હોવાથી ત્યાં રોકાઈ ગયા છે.
આટલા ભારતીયોનો અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ
અમેરિકામાં શરણ લેવાની ઈચ્છા રાખનારા લોકો માટે નિકારાગુઆ એક લોકપ્રિય ડેસ્ટિનેશન બની ગયુ છે. અમેરિકા સીમા શુલ્ક અને સીમા પેટ્રોલિંગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2023મા 96917 ભારતીયોએ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે છેલ્લાં કેટલાંક વર્ષોની સરખામણમાં 51.61 ટકા વધારે છે.