Video: વૃદ્ધ સાસુને બેરહેમીપૂર્વક માર મારનારી મહિલાની ધરપકડ, પાડોશીઓએ બનાવ્યો હતો વીડિયો

કેરળના કોલ્લમ જિલ્લામાં એક મહિલાએ તેની વૃદ્ધ સાસુને જોરદાર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પાડોશીઓએ ઉતારી લીધો હતો. જે બાદ આ મહિલાની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • મહિલાએ પોતાની વૃદ્ધ સાસુને માર્યો માર, થઈ ધરપકડ
  • 80 વર્ષીય સાસુને મારતો વીડિયો થયો હતો વાયરલ
  • પાડોશીએ આ વીડિયો ઉતારી ફેલાવ્યો હતો

કોલ્લમઃ કેરળના કોલ્લમમાં એક વૃદ્ધ સાસુને માર મારતો મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે આ મહિલાને કેરળની પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ વાતની જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી મંજુ થોમસને ગુરુવારે ઝડપી પાડવામાં આવી છે. પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, અગાઉ પણ આવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. 

સાસુને માર્યો માર 
વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે, 80 વર્ષીય એલિયામ્મા થોમસ એક રુમમાં પ્રવેશ કરે છે. જ્યાં મંજુ અને બે બાળકો હોય છે. વીડિયોમાં તે પોતાની સાસુને ધક્કો મારતી નજરે પડી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી મહિલા વૃદ્ધા પર છેલ્લાં કેટલાંક સમયથી ત્રાસ ગુજારતી હતી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરીને તેને ઝડપી પાડી છે. 

ટીચર મહિલાની ધરપકડ 
પોલીસના જણાવ્યા મુજબ, એલિયમ્મા તેમના વહુ સાથે રહે છે. તેમની વહુ મંજુ ટીચર છે. જો કે, વૃદ્ધાને માર માર્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એ પછી વૃદ્ધાનો દીકરો તેના દોસ્ત સાથે ત્યાં પહોંચ્યો હતો. બાદમાં પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર ગુસ્સો કાઢી રહ્યા છે.