ગજબ કહેવાય! બિહારમાં ફેમિલી પ્લાનિંગની સર્જરી બાદ પણ મહિલા ત્રીજીવાર ગર્ભવતી બની

બિહારના મુઝફ્ફરપુરમાં એક મહિલા ત્રીજીવાર ગર્ભવતી બની હતી. આ મહિલાએ ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવ્યું હતું. તેમ છતા તે ત્રીજીવાર ગર્ભવતી બનતા પરિવારના સભ્યો પણ ચોંકી ગયા હતા.

Courtesy:

Share:

હાઈલાઇટ્સ

  • ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવ્યું, તોય મહિલા ગર્ભવતી બની
  • પહેલીવાર 2015, 2020 અને 2023માં ફરીથી ગર્ભવતી બની
  • ત્રણ ત્રણ વાર ગર્ભવતી બનતા તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા

મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતી એક મહિલાએ કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવ્યું હતું. તેમ છતાં પણ મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો હતો. હવે આ મહિલા ત્રીજીવાર ગર્ભવતી બની હતી. આ વાત આમ તો વિચિત્ર લાગી રહી છે, પણ આ ઘટના ગાયઘાટના કેવટસા વિસ્તારની છે. ત્યારે હવે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

ત્રીજીવાર ગર્ભવતી બની
બનાવની વિગતો એવી છે કે, કેવટસા વિસ્તારમાં રહેતી આ મહિલાએ ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવ્યું હતું. તેમ છતા તે બે વાર માતા બની હતી. તેણે બે વાર બાળકોને જન્મ આપ્યો હતો. હવે આ મહિલા ત્રીજી વખત ફરીથી ગર્ભવતી બનતા પરિવારના સભ્યો પણ ચોંકી ગયા છે. હવે આ રીતે વારંવાર ગર્ભવતી બનતા મહિલા આ ફરિયાદ લઈને હોસ્પિટલના સીએસ કાર્યાલયમાં પહોંચી હતી. ત્યારે મહિલા અને તેના પતિને આશ્વાસન આપવામાં આવ્યું કે, પીએચસી ઈન્ચાર્જને આ મામલે તપાસ માટે કહેવામાં આવ્યું છે. 

2015માં પહેલીવાર કરાવ્યું હતુ ઓપરેશન 
પીડિત મહિલા જુલી દેવી અને તેના પતિ નીરજ કુમાર સિંહે જણાવ્યું કે, તેમના પરિવારમાં પહેલેથી જ ચાર બાળકો છે. એ પછી 2015માં તેઓએ ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવ્યું હતું. એ પછી 2018માં તેમની પત્ની ગર્ભવતી બની હતી. એટલે તંત્રને જાણ કરવામાં આવી હતી. તંત્રએ તપાસની વાત કરીને આર્થિક રાહત આપી હતી. 

2020માં ફરી ગર્ભવતી બની 
મહિલાના પતિએ જણાવ્યું કે, 2020માં ફરી મારી પત્ની ગર્ભવતી બની હતી. જેથી ફરીથી આ વાતની જાણ પીએચસી ઈન્ચાર્જને કરવામાં આવી હતી. ત્યારે ત્રણ ઈન્જેક્શન આપવાની વાત કરી અને ફરીથી ગર્ભવતી નહીં બને એવું કહ્યું હતું. 

2023માં ફરી ગર્ભવતી 
ડોક્ટરે અગાઉ દિલાસો આપ્યો હતો કે, ઈન્જેક્શન આપ્યા પછી તે ગર્ભવતી નહીં બને. ત્યારે 2023માં આ મહિલા ફરી ગર્ભવતી બની હતી. ત્યારે પરિવાર પણ ચોંકી ગયો હતો. હવે પરિવારે ફરીથી પીએચસી ઈન્ચાર્જને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી છે. કારણ કે તેમના પરિવારોમાં સભ્યોની સંખ્યા વધારે છે અને આ પરિવાર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.