MP: ચાલુ ટ્રેનના ટોયલટમાં મહિલાને ખેંચીને કર્યો રેપ, હચમચાવી દેશે ઘટના

Woman Raped in Train: પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રેપ કર્યા બાદ આરોપીએ પોતાની જાતને ટોયલેટમાં જ લોક કરી દીધો હતો. જ્યારે ટ્રેન રીવા પહોંચી ત્યારે તાળુ તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો અને ઝડપી પાડવામાં આવ્યો.

Share:

હાઈલાઇટ્સ

  • શખસે ચાલુ ટ્રેનમાં કર્યો મહિલા પેસેન્જરનો રેપ
  • ટ્રેનના ટોયલેટમાં ખેંચી કથિત રીતે રેપ કર્યો
  • રેપ કરીને પોતાની જાતને અંદર બંધ કરી દીધો

સતનાઃ મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં ચાલુ ટ્રેનમાં એક 30 વર્ષીય મહિલા સાથે કથિત રીતે બળાત્કાર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જીઆરપીના એક અધિકારએ આ વાતની જાણકારી હતી.  આ ઘટના રવિવારે બની હતી. અધિકારીએ જણાવ્યું કે, રવિવારના રોજ મહિલા સાંજે સતના અને કટની વચ્ચે પકરિયા સ્ટેશન પરથી જબલપુર રીવા મેમૂમાં બેસી હતી. એ પછી તેની સાથે આ ઘટના બની હતી. જો કે, પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ખેંચીને ટોયલેટમાં લઈ ગયો
સતનાના જીઆરપી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એલ.પી.કશ્યપે જણાવ્યું કે, આ ઘટનાના આરોપી પંકજ કુશવાહને ઝડપી પાડવામાં આવ્યો છે. તે મૂળ ઉત્તર પ્રદેશના બાંદાનો વતની છે. આરોપીએ કથિત રીતે મહિલાને રોકી હતી. પછી તેને બળજબરીપૂર્વક ખેંચીને ટ્રેનના ટોયલેટમાં લઈ ગયો હતો. પછી તેણે મહિલાનો કથિત રીતે રેપ કર્યો હતો. આરોપીના ચુંગાલમાંથી છૂટ્યા બાદ પીડિત મહિલાએ સતના સ્ટેશન પર જીઆરપીના જવાનોને જાણ કરી હતી. 

આરોપી ઝડપાયો 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ પોતાની જાતને ટોયલેટમાં જ બંધ કરી દીધો હતો. જ્યારે ટ્રેન રીવા પહોંચી તો ટોયલેટનું તાળુ તોડીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. જો કે, આ ઘટના કટની જીઆરપી અધિકાર ક્ષેત્રમાં થયો હતો. જેથી આ મામલો ત્યાં સુપરત કરવામાં આવ્યો છે. તો પોલીસ આરોપીના ગુનાહીત ઈતિહાસની પણ તપાસ કરી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે, આરોપીએ આ રીતે અન્ય કોઈને તો પોતાના શિકાર નથી બનાવ્યા ને. જો કે, તપાસ બાદ આ મામલે વધુ ખુલાસા થઈ શકશે. 

NCRBના આંકડા શું કહે છે?
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા સામે આવેલા આંકડા પણ ચોંકાવનારા છે. આંકડાઓ પર નજર કરીએ તો, ભારતમાં 2022માં મહિલાઓ પર થતા અત્યાચારના કેસમાં 4 ટકા જેટલો વધારો થયો છે. આ ગુનાઓ પતિ, સંબંધીઓ, અપહરણ કર્તાઓ અને બળાત્કારીઓ દ્વારા થતાં હોવાનું જણાવવામાં આવ્યું છે. પતિ દ્વાર થતાં અત્યાચારના 31.4%, અપહરણના 19.2%, શારીરિક રીતે હેરાન કરવાના 18.7% જ્યારે બળાત્કારના 7.1% કેસ નોંધાયા છે. પ્રતિ લાખ મહિલાઓ સામેના કેસ 2021માં 64.5% હતા જે એક વર્ષમાં વધીને 66.4 થયા હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે.