World Cup Final: 45 મિનિટ સુધી બંધ રહેશે અમદાવાદ એરપોર્ટ, એડવાઈઝરી જાહેર

ફાઈનલ મેચ દરમિયાન નાઈટ પાર્કિંગ માટે એરપોર્ટ પર તરત જ 15 સ્ટેન્ડ ઉપલબ્ધ કરાયા જેમાંથી 6 બિઝનેસ જેટ એરક્રાફ્ટ ઓપરેશન માટે

Courtesy: Twitter

Share:

World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બર, 2023ને રવિવારના રોજ બપોરના સમયે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચ રમાવાની છે. ત્યારે આ મેચના અનુસંધાને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા શનિવારે મોડી રાત્રે એડવાઈઝરી જાહેર કરીને 45 મિનિટ સુધી એર સ્પેસ બંધ રહેશે તેવી જાણ કરવામાં આવી છે. 

World Cup Final માટે એડવાઈઝરી
અમદાવાદ એરપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા અમદાવાદમાં ભારતીય વાયુસેનાનો એર શૉ યોજાવા જઈ રહ્યો છે. આ કારણે બપોરે 1:25 થી 2:10 વાગ્યા સુધી એરસ્પેસ બંધ રહેશે.

એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે જો તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરી રહ્યા હોય તો મુસાફરી સંબંધિત ઔપચારિકતાઓ અને સુરક્ષા પ્રૉટોકોલ માટે વધારાનો સમય લઈ ઘરેથી નીકળી જાય. 

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, "કૃપા કરીને મુસાફરીની પ્રક્રિયાઓ માટે વધારાનો સમય આપીને રજા આપો. 17 અને 19 નવેમ્બરના રોજ 1:25 થી 2:10 વાગ્યા સુધી એરસ્પેસ બંધ રહેશે. તમારી સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે. તમારા સહકાર માટે આભાર." 

સિક્યોરિટી ટીમ સ્ટેન્ડબાય

અમદાવાદ એરપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચના કારણે અહીં ભારે ટ્રાફિક રહેશે. એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટર્મિનલ અને લેન્ડસાઈડમાં તમામ સુરક્ષા ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. ફાઈનલ મેચ દરમિયાન નાઈટ પાર્કિંગ માટે એરપોર્ટ પર તરત જ 15 સ્ટેન્ડ ઉપલબ્ધ છે, જેમાંથી 6 બિઝનેસ જેટ એરક્રાફ્ટ ઓપરેશન માટે ઉપલબ્ધ છે.


અકાસા એરની એડવાઈઝરી 

અમદાવાદ એરપોર્ટની એરસ્પેસ બંધ થવાને ધ્યાનમાં રાખીને અકાસા એર દ્વારા મુસાફરો માટે અલગ પેસેન્જર એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મુસાફરોને કહેવામાં આવ્યું છે કે, ગુજરાતથી આવતી-જતી ફ્લાઈટોમાં વિલંબ થઈ શકે છે. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેચ જોવા આવતા દર્શકોને કારણે એરપોર્ટ પર વધુ ટ્રાફિક રહેશે. તેથી મુસાફરોને તેમની ફ્લાઈટના 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે.

ફાઈનલની શરૂઆત એર શોથી થશે

ફાઈનલ મેચની શરુઆત બપોરે 12:30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શોથી થશે. જેની કોઈ ફી નથી. આ એર શોમાં  IAFની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમ ઉપર કરતબ બતાવશે. પહેલીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હોક કલાબાજીનું પ્રદર્શન કરશે. આ ઈવેન્ટ માટે BCCIએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.