World Cup Final: ગૂગલ પર છવાયો ક્રિકેટના મહાસંગ્રામનો ક્રેઝ, ડૂડલ બનાવી પાઠવી શુભેચ્છા

આ રોમાંચક મહામુકાબલો જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 100થી વધુ VVIP મહેમાનો હાજર

Courtesy: Twitter

Share:

 

World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો મહામુકાબલો શરૂ થઈ ચુક્યો છે. આ મુકાબલામાં 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ટીમ ઈન્ડિયા તરફથી જોરદાર પડકાર મળશે. ત્યારે ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલ (World Cup Final) મુકાબલાને લઈ ગૂગલ પણ ખૂબ જ એક્સાઈટેડ છે. 

ગૂગલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટના આ મહાસંગ્રામની ખુશીને ડૂડલ બનાવીને સેલિબ્રેટ કરી છે. 19 નવેમ્બરની આ ખાસ મેચ માટે બનાવવામાં આવેલા ડૂડલમાં પિચ દેખાડવામાં આવી છે. ઉપરાંત બેટ અને કપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડૂડલ સંપૂર્ણપણે ક્રિકેટનો જોશ દેખાડી રહ્યું છે. 

World Cup Final માટે ગૂગલનું ડૂડલ
ગૂગલે તેના ડૂડલ દ્વારા ફાઈનલ મેચ વિશે ખાસ મેસેજ આપ્યો છે. આમાં ગૂગલના બીજા 'O' ને વર્લ્ડકપનો આકાર આપવામાં આવ્યો છે. જ્યારે બાકીના લેટર્સને ખેલાડીઓના રેન્કિંગની જેમ શણગારવામાં આવ્યા છે. Googleના L ને બેટનું સ્વરૂપ આપવામાં આવ્યું છે જ્યારે પૃષ્ઠભૂમિમાં સ્ટેડિયમ અને સ્ટમ્પ સાથેના ક્રિકેટના દ્રશ્યો દેખાઈ રહ્યાં છે.

ગૂગલે ભારત-ઓસ્ટ્રેલિયાને પાઠવી શુભેચ્છાઓ 
તેના ડૂડલ વિશે જણાવતાં ગૂગલે કહ્યું કે, આજનું ડૂડલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2023ના ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપની ઉજવણી કરી રહ્યું છે. ગૂગલે વધુમાં જણાવ્યું હતું કે, "આ વર્ષે ભારત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા એમ 10 નેશનલ સ્ક્વોડનું યજમાન બન્યું છે. હવે છેલ્લા 2 વચ્ચે મુકાબલો છે. ફાઈનલિસ્ટને શુભેચ્છાઓ."

5 ઓક્ટોબરે શરૂ થયો હતો વર્લ્ડકપ 
તમને જણાવી દઈએ કે ભારત દ્વારા યોજવામાં આવેલો આ વર્લ્ડકપ 2023 ગત 5 ઓક્ટોબરથી શરૂ થયો હતો. તે દિવસે પણ ગૂગલે ડૂડલ બનાવીને તેની ઉજવણી કરી હતી. 10 ટીમોની આ ટૂર્નામેન્ટ ખૂબ જ રોમાંચક રહી છે. વર્લ્ડકપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પણ અહીં રમાઈ રહી છે. વર્લ્ડકપની શરૂઆત 1975માં શરૂ થઈ હતી અને 2023 આ ટૂર્નામેન્ટની 13મી એડિશન છે.

અનેક દિગ્ગજોનું આગમન
વર્લ્ડ કપના ફાઈનલ (World Cup Final) મહામુકાબલાને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 100થી વધુ VVIP મહેમાનો હાજરી આપવાના છે. જેમાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશન, ગૃહ રાજ્ય મંત્રી, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને ફોર્મર જસ્ટિસ, સિંગાપોર, યુએસ, UAEના એમ્બેસેડર જેવી દેશ-વિદેશની મોટી હસ્તિઓ અમદાવાદ પધારી છે. આ સિવાય 8થી વધુ રાજ્યોના સીએમ પણ આવી પહોંચ્યા છે. આ ઉપરાંત દેશના કેટલા મોટા ઉદ્યોગપતિઓ પણ આ મેચને માણવા હાજર રહેવાના છે.